ટંકારાના હડમતિયા ગામના વિકાસને પેરાલીસીસ : ખેડૂતોની માઠી

- text


૪ હજારની વસ્તી ધરાવતા આ ગામમાં પેવરબ્લોક, સી.સી. રોડ, પાણીની સુવિધા, જાહેર શૌચાલયો કે મુતરડી, લાઈબ્રેરી, પંચાયતઘર, કોમ્યુનિટી હોલ જેવી પ્રાથમિક સુવિધાઓ પણ નથી

હડમતીયા : ટંકારા તાલુકાના હડમતિયા ગામમાં પાટીદારો, કોળી-ઠાકોર, રબારી-ભરવાડ, રાજપુત, દલિત, મુસ્લિમ જ્ઞાતીઅો મળીને આશરે કુલ ૪ હજારની વસ્તી છે. આ ગામમાં પેવરબ્લોક ,સી.સી રોડ-રસ્તા, પાણીની સુવિધા, જાહેર શૌચાલયો કે મુતરડી, જુના ગામના મકાનોની સનદ, પંચાયત લાઈબ્રેરી, પંચાયતઘર, કોમ્યુનિટી હોલ જેવી સુવિધા નથી. આ સાથે ખેડુતોને ખેતઅોજારો કે માલધારીઅોને પશુ-પાલન રાખવા વાડાની આકારણી, ગરીબ પરિવારોને ૧૦૦ ચોરસવાર પ્લોટની ફાળવણી, સ્ત્રીઅો માટે ન્હાવા કે કપડા ધોવાની ધોબીઘાટ જેવી સુવિધા આવી અનેક વિકાસલક્ષી યોજનાઅોની ખાટલે મોટી ખોટ જોવા મળી રહી છે.

ખેડુતોની વાત કરીઅે તો આ ગામમાં સેવા સહકારી મંડળીનું ખેતધિરાણ આશરે ૧૦ કરોડનું છે. આ ટર્નઅોવર અે અેક દેવાદાર ખેડુતની નિશાની જ સુચવે છે દિવસે દિવસે ખેડુત દેવાદાર અને પાયમાલ બનતો જાય છે. ભાંગતા ગામડાને અટકાવવા ગામડાઅોમા ડાયરેક્ટ ખેડુતોને સરકાર દ્વારા ખેતઅોજારની સબસીડીઅો, સિંચાઈના પાણીની કે ખેતજણસના સારા ભાવ જેવી સવલતો મળી રહે તેવા સરકારે પ્રયત્નો કરી ખેડુતોને આ કર્ઝમાંથી રાહત આપી પાયમાલ થતો રોકી શકે તેમ છે. ગામની ભાગોળે જ નર્મદા લીંક યોજના પસાર થતી હોવા છતા નર્મદાના સિંચાઈના પાણીથી ગામ કાયમ વંચિત છે. આ બાબતે અેક સમયના પૂર્વ સિંચાઈમંત્રી બાબુભાઈ બોખિરીયાને લેખિત જાણ પણ કરેલ છે.

આ ગામમાં જો વિકાસલક્ષી સુવિધાઅો કોઈ હોય તો તે છે રાજકોટ ડિસ્ટ્રીકટ કૉ-અોપરેટીવ બેંકની શાખા, માધ્યમિકશાળા, પ્રાથમિકશાળા, સેવા સહકારી મંડળી જેવી પાયાની સુવિધાનો વિકાસ થયેલ જોવા મળે છે પણ આ બે-ત્રણ વિકાસને બાદ કરતા ગામમાં વિકાસને પેરાલિસિસ થઈ ગયો હોય તેવું લાગી રહ્યું છે. અેક સમયે મોરબી જીલ્લામાં હડમતિયાનુ નામ મોખરે હતું કદાચ અેમ કહી શકાય કે હડમતિયા ગામના ખેડુતોના ખેતઅોજાર કે ટ્રેકટરનો ભંગાર વેચવામાં આવે તોય મોટી રકમની કમાણી થઈ શકે તેવી જાહોજલાલી હતી પણ સિંચાઈ માટેના અપુરતા પાણી તેમજ ખેત-જણસના અપુરતા ભાવથી જગતાત લાચાર બનીને દેણામાં ડુબતો જાય છે અને ખેડુત આત્મહત્યા તરફ પ્રેરાય રહ્યાના દાખલા પણ બન્યા છે.

- text

ચુંટણી સમયે કોંગ્રેસના અેજંન્ડામા પણ અેક સુત્ર હતું. “ગામડું, ખેડુત અને ખેતી બચાવો” નું સુત્ર લઈને નિકળેલા ધારાસભ્ય પણ ગાજ્યા અેવા વરસ્યા જ નહી. દિવસે દિવસે ગામડાઅો ભાંગતા જાય છે ગામડાઅો પ્રત્યે સરકારના વ્હાલા-દવલાની નીતી પણ કદાચ આ ગામ માટે વિકાસને અવરોધકરુપ હોય તેમ લાગી રહ્યું છે. તદ્ઉપરાંત આગેવાનોમાં તેમજ સરપંચો કે સદસ્યોમાં અેજ્યુંકેશનના અભાવથી અોફિસ્યલી જ્ઞાન ન હોવાથી પણ ગામનો વિકાસ રુંધાતો હોય તેવું પણ માનવું છે. કાયમી ભાજપ-કોંગ્રેસની રાજકીય ખટપટ નામનો રાક્ષસ હડમતિયા ગામને કદાચ ભરખી જાય તો નવાઈ નહી..!

ખેતી સમૃદ્ધ, તો ગામડું સમૃદ્ધ, અને ગામડું સમૃદ્ધ, તો દેશ સમૃદ્ધ તો જ દેશનો સાચો વિકાસ થયો કહેવાય આ અેક સુત્ર બની ને જ રહી ગયું છે.
તાજેતરમાં જ ” રાષ્ટ્રીય ગ્રામ સ્વરાજ અભિયાન” અંતર્ગત ગ્રામ સભામાં જુજ લોકો જ જોવા મળ્યા હતા. મનની વાતો સંભળાવનારા પીઅેમએ કયારેક ગામડાના ખેડુતના મનની વાતોને પણ સાંભળવી જોઈઅે. ફક્ત ટીવી માધ્યથી દેશનો કે ગામડાઅોનો વિકાસ શક્ય છે?

૧ મે ના રોજ “સુઝલામ સુફલામ અંતર્ગત” ખેડૂતલક્ષી તળાવો ઉંડા કરવાની યોજનામાં મોરબી જીલ્લાના ૧૮૭ ગામ પૈકી ૧૭૫ ગામને સિરામીક અેસોશિયશન કે કોઈ સંસ્થાઅે દતક લીધા તેમા હડમતિયા ગામ બાકાત રહ્યું તે અેક રાજકારણના ભાગરુપે જ બાકાત રહ્યાનું અનુમાન છે. તેનું કારણ જેની સરકાર તેના ગીત ગવાઈ પણ આ ગામમાં ભાજપના ભાગે ફટાણા જ ગવાઈ છે તેના કારણ સ્વરુપે કદાચ આ ગામ વિકાસથી વંચિત છે. આ ગામે મોરબી જીલ્લા પંચાયત સદસ્ય તેમજ ટંકારા તાલુકા પંચાયત ઉપપ્રમુખ પણ આપ્યા છે છતા વિકાસનો અભાવ જોવા મળી રહ્યો છે.

- text