ચેક રિટર્ન કેસમાં અમદાવાદના વેપારીને એક વર્ષની સજા ફટકારતી મોરબી કોર્ટ

- text


છેતરપિંડીની રકમ મુજબ રૂ.૧.૬૬ કરોડનો દંડ ભરપાઈ કરવાનો હુકમ

મોરબી: ટંકારાની જીનિંગ મિલ પાસેથી કપાસની ગાસડી મંગાવી અમદાવાદના વેપારીએ બિલનું ભરણુ ચેક મારફત કર્યું હતું. આ ચેક રિટર્ન થયો હતો જેનો કેસ કોર્ટમાં ચાલતા કોર્ટે અમદાવાદના વેપારીને એક વર્ષની સજા અને છેતરપિંડીની રકમ મુજબ રૂ.૧.૬૬ કરોડનો દંડ ફટકાર્યો છે.

ટંકારાના હમીરપર ગામે રહતા અને સિતારામ ઇન્ડસ્ટ્રીઝ નામનું એકમ ધરાવતા હર્ષદભાઈ કેશવજીભાઈ રતનપરાએ ગત તા.૧૦/૧૧/૨૦૧૪ના રોજ અમદાવાદના એમ.એમ.ટ્રેડર્સના વહીવટકર્તા ગૌરાંગ મનુભાઈ દલાલ સામે ફરિયાદ નોંધાવી હતી કે તેઓએ આરોપીને કપાસની ગાસડીનો માલ મોકલ્યો હતો. જેના બીલનું ચુકવણું કરવા આરોપીએ અલગ અલગ સમયે રૂ.૯૪ લાખ અને રૂ.૭૨.૮૭ લાખના એમ બે ચેક મોકલ્યા હતા.

- text

અમદાવાદના વેપારીએ મોકલેલા આ બન્ને ચેક રિટર્ન થતા તેની સામે રૂ.૧.૬૬ કરોડની છેતરપીંડીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આ અંગેનો કેસ મોરબીની જે.જી.દામોદરાની કોર્ટમાં ચાલી જતા વકીલ અશ્વિન બડમલિયાની ધારદાર દલીલો બાદ કોર્ટે આરોપીને ૧ વર્ષની સજા અને રૂ.૧.૬૬ કરોડનો દંડ ફટકાર્યો હતો. અને આ દંડ ન ભરે તો વધુ ત્રણ માસની સજા ફરમાવી હતી.

- text