ટંકારામા તિજોરી ઓફિસ ચાલુ કરવાની માંગ

- text


ટંકારા બાર એસોસિએશનના પ્રમુખ પરેશ ઉજરીયાએ કરી રજુઆત
મોરબી: ટંકારામાં પેટા તિજોરીની સુવિધા ન હોવાથી સમગ્ર તાલુકાની કચેરીઓને ચલણ ભરવા મોરબી સુધી લંબાવવું પડે છે. ત્યારે ટંકારાને વહેલી તકે પેટા તિજોરી આપવામાં આવે તેવી ટંકારા બાર એઓસીએશનના પ્રમુખ પરેશ ઉજરીયાએ માંગ ઉઠાવી છે.

ટંકારા તાલુકો બન્યો તેના ૨૦ વર્ષ વિતી ગયા છતા તિજોરી અોફિસનો અભાવ જોવા મળે છે. ૧૯૯૮ ની સાલ માં ટંકારા નવો તાલુકો બનેલ છે અને આ તાલુકામાં ૪૨ ગામો આવેલા છે. ટંકારા તાલુકો અસ્તિત્વમા આવ્યો તેને વીસ વર્ષ થઈ ગયા છતા પણ આ તાલુકામાં હજી સુધી પેટા તિજોરી કચેરી શરૂ થયેલ નથી. આ તાલુકાની આમ જનતાને તિજોરી ઓફિસના કામકાજ માટે મોરબી ધરમના ધક્કા ખાવા જવું પડે છે.

- text

ટંકારામા હાલ સરકારી કચેરીઓ જેવી કે તાલુકા પંચાયત, મામલતદાર ઓફીસ, સિવિલ કોર્ટ , ,સરકારી હોસ્પિટલ, જેવી અનેક કચેરીઅોને ચલણ ભરવા મોરબી ધરમના ધક્કા થતા હોવાથી ટંકારા તાલુકામા ખાટલે મોટી ખોટ અે છે કે હાલ સુધી ટંકારામા તિજોરી ઓફીસ નથી તો ટંકારામાં લોક સુવિધાના હેતુસર પેટા તિજોરીની ઓફીસ તાત્કાલિક ચાલુ કરવા માટે ટંકારા બાર અેસોસીઅેશનના પ્રમુખ પરેશ ઉજરીયા અે રજૂઆત કરેલ છે.

- text