પાણી પ્રશ્ન હલ કરવા ગાંધીનગરમાં ધારાસભ્ય મેરજાની રજુઆત

- text


પાણી પુરવઠા મંત્રી અને પાણી પુરવઠા બોર્ડના અધિકારીને ધારદાર રજુઆત

મોરબી : મોરબી-માળીયા (મિં) વિસ્તારના પીવાના પાણીના પ્રશ્નો અંગે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગાંધીનગર ખાતે પાણી પુરવઠા મંત્રીશ્રીને તેમજ પાણી પુરવઠા વિભાગને રૂબરૂ મળી ધારદાર રજુઆત કરી હતી.

મોરબી-માળીયા (મિં) વિસ્તારમાં પીવાના પાણીની સ્થિતિ દિન પ્રતિદિન ક્થળતી જાય છે. લોકો વિકટ સ્થિતિનો સામનો કરી રહયા છે ત્યારે પ્રજાની પીવાના પાણીની યાતનાનો તાકીદે અંત લાવવા ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ ગાંધીનગર ખાતે પાણી પુરવઠા મંત્રી પરબતભાઈ પટેલ સમક્ષ વિગતે રજુઆત કરી હતી

આ ઉપરાંત મોરબી નગરપાલિકા વિસ્તારમાં જુદા-જુદા વિસ્તારોમાંથી પીવાના પાણીની સમસ્યાઓ અંગે જે ફરિયાદ આવે છે તેનું સમયસર નિરાકરણ લાવવા, તદઉપરાંત મોરબી તાલુકાના ધરમપુર, ચકમપર, શોખડા, યાળીયા (મિં) તાલુકાના બોડકી, ખીરસરા, નવાગામ, વર્ષામેડી વગેરે તેમ જ માળીયા (મિં) નગરપાલિકા વિસ્તારમાં પીવાના પાણીની મુશ્કેલી નિવારવા NC-6 પમ્પીંગ સ્ટેશનમાંથી ૨૦૫ MLD પાણી તાકીદે આપવા તેમ જ માળીયા (મિં) નગરપાલિકાની નબળી આર્થિક સ્થિતિ ખાને લઈ રૂ[.૨૮,૮૦,૦૦૦ની એડવાન્સ રકમ ભરવામાં પાણી પૂરવઠા બોર્ડ રાહત આપે તેવી સચોટ રજુઆત કરી હતી.

- text

આ ઉપરાંત માળીયા (મિં) તાલુકા માટે અલગ સબડિવિઝન ફાળવવા પણ રજૂઆત કરી છે. અને મોરબી – માળીયાના પીવાના પાણીના જુદા-જુદા પ્રશ્નો માટે ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ પાણી પુરવઠા બોર્ડના સભ્ય સચિવ ધોળકીયા, પાણી પુરવઠા સચિવશ્રી જે. પી. ગુપ્તા તેમ જ રાજકોટ ખાતેના ઝોન-૩ના મુખ્ય ઈજનેરશ્રી પટેલ સમક્ષ ખુબ ગંભીરતાથી વિગતે રજુઆત કરી આ સમરયાઑનું સમય મર્યાદામાં નિરાકરણ લાવવા ખાસ તાકીદ કરી હતી.

- text