મોરબી કલેક્ટર દ્વારા શ્રેષ્ઠ કામગીરી બદલ પ્યુનથી લઈ અધિકારીઓનું સન્માન

- text


મોરબી જિલ્લા કલેકટરે આઈ. કે. પટેલે ચાર્જ છોડતા પૂર્વ કામગીરીની કદર કરી

મોરબી : મોરબી જિલ્લામાં શ્રેષ્ઠ અને પ્રજાલક્ષી કામગીરી કરી લોકોના દિલ જીતી લેનાર જિલ્લા કલેકટર આઈ. કે. પટેલે ચાર્જ છોડતા પૂર્વે વિધાનસભા ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર પ્યુન થી લઈ અધિકારીઓનું સન્માન કર્યું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લાની ત્રણ વિધાનસભા બેઠકોમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટર આઈ.કે.પટેલના નેતૃત્વમાં સુંદર કામગીરી થઈ હતી એ ચૂંટણીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર લાયઝન અધિકારી અને નોડલ સહિતના ૧૪ કર્મચારીઓનું જિલ્લા કલેકટર આઈ.કે.પટેલે ચાર્જ છોડતા પૂર્વે પ્રમાણપત્ર આપી સન્માન કરી કામગીરીની કદર કરી હતી.

- text

આ તકે, જિલ્લા કલેકટર દ્વારા પ્યુન તેમજ ડ્રાઇવરની કામગીરીની પણ નોંધ લઇ તેમનું પણ સન્માન કરતા ફરજનિષ્ઠ અધિકારીની કદર ભાવના જોઈ કલેકટર કચેરીનો સ્ટાફ ભાવ વિભોર બન્યો હતો અને જિલ્લા કલેકટર આઈ.ક.પટેલ જેવા અધિકારીની ખોટ સલાશે તેવા ઉદગારો વ્યક્ત કર્યા હતા.

- text