જાગૃત નાગરિકના એક જ ટ્વીટ થી વાંકાનેર તાલુકાના વૃદ્ધનું પેન્શન ચાલુ !

- text


મોરબી જિલ્લા કલેકટરે ફક્ત ૧૫ મિનિટમાં વય વંદના વૃધ્ધા વસ્થા પેંશનનો પ્રશ્ન ઉકેલ્યો

મોરબી : મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાનાં રતનપર ગામના ૮૨ વર્ષના વૃદ્ધને તેમના બેન્કખાતામાં મળતું સરકારી પેન્શન બંધ થયું. તેમણે રાજકોટના જાગૃત યુવાનને પત્ર લખી મદદ કરવા વિંનતી કરી. યુવાને આ અંગે મોરબી જીલ્લા કલેક્ટરને તેમના ઓફિસીયલ ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરી ફરીયાદ કરી. મોરબી જીલ્લા કલેક્ટરે આ અંગે તપાસ કરી માત્ર પંદર મિનીટમાં જ ટ્વીટ કરી જવાબ આપ્યો અને વૃદ્ધને પેન્શન મળતું થઇ ગયું !!!

મોરબી જીલ્લાના વાંકાનેર તાલુકાનાં રતનપર ગામના ૮૨ વર્ષના જંયતિગિરી ગોસ્વામી નામના વૃદ્ધને સરકાર દ્વારા “વયવંદના વૃદ્ધ પેન્શન” હેઠળ પેન્શન મળવા પાત્ર છે. પરંતુ છેલ્લા એક વર્ષથી તેમને આ પેન્શન મળતું બંધ થઇ ગયુ. જે બેંકખાતામાં તેમનું પેન્શન જમા થતું હતુ તે બેન્કમાં તપાસ કરી તો જવાબ મળ્યો કે, પેન્શન જમા થતું નથી. લાચાર વૃદ્ધે રાજકોટના યુવાન શૈલેન્દ્રસિંહ જાડેજાને પત્ર લખી મદદની અપીલ કરી. શૈલેન્દ્રસિંહ જાડેજા માહિતી અધિકારના કાયદાનો ઉપયોગ કરી વહવટી તંત્ર પારદર્શક બને એ માટે લડત ચલાવે છે અને પર્યાવરણના રક્ષણ માટે કામ કરે છે.

- text

વૃદ્ધની આ ફરિયાદના આધારે શૈલેન્દ્રસિંહ જાડેજાએ મોરબી જીલ્લાના કલેક્ટરના ઓફશિયલ ટ્વીટર હેન્ડલ ઉપર ટ્વીટ કરી કેસની સંપૂર્ણ વિગત આપી અને ઘટતુ કરવા વિનંતી કરી. અને મોરબી જીલ્લા કલેકટર આઈ. કે. પટેલે માત્ર ૧૫ મિનીટમાં આ વિશે તપાસ કરી અને ટ્વીટ કરી માહિતી આપી. માહિતી પત્રકની નકલ જોડી અને જણાવ્યું કે, વૃદ્ધનું પેન્શન તેમના અન્ય બેંક ખાતામાં જમા થાય છે. વૃદ્ધને પેન્શન મળતુ થઇ ગયું.

જો, મોરબી જિલ્લા કલેકટર આઈ.કે.પટેલ જેવા જાગૃત અધિકારી અને શૈલેન્દ્રસિંહ જેવા સેવા ભાવિ નાગરિકો હોય તો સમાજને કોઈ પ્રશ્ન ન રહે

- text