મોરબી : આજે એનએમસી બિલના વિરોધમાં તબીબો બે કલાક હડતાળ પાડશે

- text


શહેરના તબીબો સવારે ૧૦ થી ૧૨ દરમિયાન દર્દીનું નિદાન સારવાર નહીં કરે

મોરબી: મોરબીમાં આજે તબીબો એનએમસીના વિરોધમાં આવતીકાલે તબીબો સવારે ૧૦ થી ૧૨ કલાકે હડતાલ પાડવામાં આવશે તેવી ઈન્ડીયન મેડીકલ એસોસિએશન મોરબી બ્રાન્ચ દ્વારા જાહેરાત કરવામાં આવી છે

છેલ્લા ઘણા સમય થી એનએમસી બિલના વિરોધમાં દેશભરમાં દેખાવો થઈ રહ્યા છે તબીબી આલમમાં એનએમસી બિલ સામે રોષ જોવા મળી રહ્યો છે તબીબોના જણાવ્યા મૂજબ એનએમસી બિલ તબીબોને અન્યકર્તા છે આજે 2 એપ્રિલના રોજ મોરબી શહેરના તમામ તબીબો સવારે ૧૦ થી ૧૨ વાગ્યા સુધી હડતાલ પાડી એનએમસી બિલનો વિરોધ નોંધાવવા જઈ રહ્યા છે છેલ્લા ઘણા સમયથી એનએમસી બિલનો તબીબો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે પરંતુ સરકાર દ્વારા હજુ સુધી કોઈ સકારાત્મક જવાબ આપવામાં આવ્યો નથી.

- text

જેથી આઈએમએ દ્વારા સમગ્ર ભારતના તબીબોને બે કલાક હડતાળ પાડવાનું સૂચન કરાયું છે જેને સમર્થન આપવા મોરબી આઇએમએના તબીબો હડતાલમાં જોડાશે તેમ આઇએમએ મોરબી બ્રાન્ચના પ્રેસિડેન્ટ ડો સુનીલ અખાણી તથા સેક્રેટરી ડો જે.એલ. દેલવાડીયા ની યાદીમાં જણાવાયું છે.

- text