મોરબી : આશા ફેસિલિટર બહેનોની પગાર વધારાની માંગ

- text


માસિક વેતન રૂ.૧૦ હજાર કરી આપવા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરને રજૂઆત

મોરબી: મોરબી જિલ્લાની આશા ફેસિલિટરોએ પગાર વધારા મુદ્દે કમિશ્નર, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ગાંધીનગરને રજૂઆત કરી હતી મહિનામાં ૧૧ થી ૧૩ ગામની મુલાકાત લેતા આશાવર્કરોને ખર્ચ બાદ કરતાં માત્ર ૨૪૦૦ થી ૩૦૦૦ જેવા પૈસા બચતા હોવાથી આટલા પૈસામાં ઘરખર્ચ કાઢવો મુશ્કેલ હોય તેથી વેતન વધારો કરવાની માંગ કરાઈ છે

આશા વર્કરોએ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ ને રજૂઆતમાં જણાવ્યું હતું કે અત્યારે હાલમાં આશાવર્કરોને રૂ. ૪૦૦૦ હજાર જેટલો પગાર આપવામાં આવે છે મહીનામા ૧૧ થી ૧૩ ગામની મુલાકાત કરતા બસ ભાડામાં રૂપિયા ૯૦૦ થી ૧૨૦૦, નાસ્તામાં ૧૦૦થી ૨૦૦ ખર્ચાતા હોય છે ત્યારે બાકી વધેલા રૂ.૨૪૦૦ થી ૩૦૦૦માં ઘર ખર્ચ નીકળતું નથી આ લઘુતમ વેતન માં થોડો વધારો કરવો જરૂરી બની રહ્યો છે.

- text

સવારે ૯થી ૪ વાગ્યા સુધીનો સમય આશાવર્કરો ને ભરવો પડે છે બે કલાકની નોકરીને બદલે ફૂલ ટાઈમ નોકરી કરે છે. ૨૦ વિઝીટ ની કામગીરી હોવા છતાં ૨૪ થી ૨૫ વિઝીટ મહિનામાં થઈ જતી હોય છે. પી એચ સી પર ચાર શનિવાર અને બે ક્વાર્ટર મીટીંગ થાય છે. આશા ફેસીલીટેટર વર્ગ-૪ના કર્મચારીઓને કાયમી કર્મચારીઓ નો દરજ્જો આપી માસિક વેતન રૂ. ૧૦,૦૦૦ કરી દેવામાં આવે તેવી માંગ છે. તા. ૧ જાન્યુઆરી ૨૦૧૫ થી આશા વર્કરોને રૂ ૪૦૦૦ માસિક વેતન મળી રહ્યું છે જ્યારે આટલા સમયમાં મોંઘવારી ખૂબ વધી છે છતાં આશાવર્કરોનો પગાર તેનો તે જ છે.

- text