સનહાર્ટ ફાઉન્ડેશને મુકબધીર બાળકો સાથે કરી સ્માઇલિંગ સ્ટાર ડેની ઉજવણી

- text


સનહાર્ટ ગ્રૂપના ચેરમેન ભુદરભાઈ વરમોરા અને સનહાર્ટ ફાઉન્ડેશનના ડિરેક્ટર પ્રિયા વરમોરાની ઉપસ્થિતિ : કેક કટિંગ સાથે વિવિધ એક્ટિવિટી યોજાઈ

મોરબી: દેશની અગ્રણી સીરામીક કંપની સનહાર્ટ ગ્રુપ દ્વારા મૂકબધિર સ્કૂલના બાળકોને ગત તા ૧૭ના રોજ એક આનંદપ્રદ સરપ્રાઈઝ આપવામાં આવી હતી. કંપનીના સનહાર્ટ ફાઉન્ડેશન દ્વારા આનંદ અને ઉત્સાહ સાથે આ બાળકોની સાથે સ્માઇલિંગ સ્ટાર ડેની ઉજવણી કરવામાં આવી હતી.

સનહાર્ટ ગ્રુપે મુકબધીર શાળામાં સ્માઇલિંગ સ્ટાર ડે ની ઉજવણી કરી હતી. સનહાર્ટ ફાઉન્ડેશન ના ડીરેક્ટર પ્રિયા વરમોરા અને સનહાર્ટ ગ્રુપના ચેરમેન ભુદરભાઈ વરમોરાએ સવારે આઠ વાગ્યે દીપ પ્રાગટ્ય, પ્રાર્થના કર્યા બાદ રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો હતો. ત્યારબાદ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જુનિયર કે.જી. અને સિનિયર કેજીના ભૂલકાઓ માટે ડ્રોઇંગ કોમ્પિટીશનનું આયોજન લરવામાં આવ્યું હતું.જ્યારે ગ્રેડ ૧ થી ગ્રેડ ૪ સુધીના બાળકોએ ચાર ટુકડીઓમાં વહેંચાઈને વિવિધ રસપ્રદ રમતો રમી હતી જેના કારણે બાળકોના ચહેરા પર ભરપૂર હાસ્ય જોવા મળ્યું હતું

- text

ત્યારબાદ તમામ બાળકોને સર્ટીફીકેટ અપાયા હતા તેમજ વિજેતાઓને મેડલ્સ અપાયા હતા કેક કટિંગ સેરેમની પણ યોજાઈ હતી અને સાથે સ્પેશિયલ કિડ્સ સાથે ગ્રુપ પિક્ચર તેમજ સેલ્ફી નો પ્રોગ્રામ પણ યોજવામાં આવ્યો હતો.આ પ્રોગ્રામનું સમાપન સવારે ૧૧ વાગ્યે જુનિયર કે.જી.થી ગ્રેડ ૮ ના તમામ બાળકોને કેક અને ફૂડ પેકેટ્સ આપીને કરાયો હતો.પ્રોગ્રામ હેડ પ્રિયા વરમોરાએ આ કાર્યક્રમ દ્વારા મૂક-બધિર સ્કૂલના બાળકો અને શિક્ષકોના દિલ જીતી લીધા હતા અને ચેરમેન ભુદરભાઈ વરમોરા એ પણ આ ઉમદા પ્રવૃત્તિનો પોતે હિસ્સો બન્યા એ માટે ખુશી વ્યક્ત કરી હતી.

દર વર્ષે સનહાર્ટ ફાઉન્ડેશન દ્વારા ગણેશભાઈ શિવાભાઈ વરમોરા ની સ્મૃતિમાં ૧૭ માર્ચે ખાસ ઉજવણી કરવામાં આવે છે. ગણેશભાઈ એ જ આ ગ્રુપનું વિઝન જોયું હતું અને ગ્રુપ હવે આજે આંતરરાષ્ટ્રીય સ્તરે પોતાની ઉપસ્થિતિ ધરાવે છે છે.ગત વર્ષે સનહાર્ટ ફાઉન્ડેશન દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું હતું અને આવનારા વર્ષોમાં પણ તે આવી અનેક સીએસઆર એક્ટિવિટીઝ નું આયોજન કરશે તેમ જણાવ્યું હતું.

- text