મોરબીમાં મહાનાટક જાણતા રાજા : ટિકિટ વિતરણને મળી રહ્યો છે લોકોનો ભવ્ય પ્રતિસાદ

- text


ભારત માતાના મંદિર નિર્માણના હેતુથી મહાનાટક જાણતા રાજા નાટકના આગામી ૨ થી ૮ મે દરમિયાન ૭ શો યોજાશે

મોરબી : વિશ્વનું સૌથી મોટું મહાનાટક જાણતા રાજા આગામી તા. ૨ થી ૮ મેં દરમિયાન મોરબીમાં યોજાનાર છે જેના ટીકીટ વિતરણ કાર્યાલયનો પ્રારંભ થઇ ચૂક્યો છે.

અમદાવાદ, રાજકોટ, સુરત સહિતના શહેરોમાં ધૂમ મચાવનાર વિશ્વના સૌથી મોટા જીવંત નાટક જાણતા રાજાના કુલ ૭ શો મોરબીના આંગણે યોજાશે, આગામી તા. ૨ થી ૮ મેં દરમિયાન મોરબીના રાયગઢ કિલ્લા ન્યુ એરા સ્કૂલ રવાપર રોડ ખાતે યોજાનાર આ મહાનાટકના ટીકીટ વિતરણ કાર્યાલયનો શુભારંભ ગત શનિવાર થી કરવામાં આવ્યો છે. ટિકિટ વિતરણમાં લોકોનો ભવ્ય પ્રતિસાદ મળી રહ્યો છે.

ભારત માતાના મંદિર નિર્માણના હેતુથી મહાનાટક જાણતા રાજા નાટક યોજવા જઇ રહ્યું છે.માતૃભૂમિ વંદના ટ્રસ્ટ દ્વારા બાપા સીતારામ ચોક ખાતે ટીકીટ વિતરણ કાર્યાલયનો ઉદ્ઘાટન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં મોરબીના અગ્રણીઓની બહોળી ઉપસ્થિતિ રહી હતી.

મોરબીમાં યોજાનાર વિશ્વ ના સૌથી મોટા મહાનાટક જાણતા રાજાના આયોજક માતૃ ભૂમિ વંદના ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ ભોરણીયાએ આ વિશ્વ પ્રસિદ્ધ નાટકના આયોજન અને વિશેષતા અંગે જણાવ્યું હતું કે નાટક ૩.૫ કલાકનું છે. ૬૫૦૦ થી ૭૦૦૦ જેટલા લોકો એક શો માં બેસી નાટકને નિહાળી શકશે. નાટકનો કુલ ખર્ચ અંદાજિત રૂ. ૨ કરોડ જેટલો થશે.અત્યાર સુધીમાં આ નાટક ને ગુજરાતના અમદાવાદ, સુરત, નવસારી, રાજકોટ, સિદસર, સહિતની જગ્યાઓએ ભજવવામાં આવ્યું છે.

- text

વધુમાં તેઓએ ઉમેર્યું હતું કે આ નાટક માંથી જે ઊપજ થશે તેમાંથી ભારત માતાનું ભવ્ય મંદિર બનાવવામાં આવશે. આ મંદિરનું સંકુલ ૧૨૫ વિધામાં પથરાયેલું હશે. સંકુલમાં ગૌશાળા, ગુરુકુલ તેમજ ખેડૂતો માટે ૧૦૦ બેડની હોસ્પિટલ બનાવવામાં આવશે.

નાટકમાં બેઠક વ્યવસ્થાને જુદા જુદા કિલ્લાના નામ અપાય છે. જેમાં સોનેરી કિલ્લા માટે રૂ.૫૦૦૦, તોરણ કિલ્લા માટે રૂ.૨૫૦૦, પન્હાર ગઢ કિલ્લા માટે રૂ.૨૦૦૦, પ્રતાપ ગઢ કિલ્લા માટે રૂ.૧૫૦૦, સિંધુદુર્ગ કિલ્લા માટે રૂ.૧૦૦૦, જંજીરા કિલ્લા માટે રૂ.૫૦૦ નું શુભેચ્છા દાન રાખવામાં આવ્યું છે.

ટિકિટ સીતારામ ચોક ખાતેના મુખ્ય કાર્યાલય ઉપરાંત (૧)દેવકિર્તી કોમ્પલેક્ષ, નવા બસ સ્ટેન્ડ સામે, શનાળા રોડ, મોરબી (૨) મુરલીધર આઇસ ડેપો, ભવાની બેકારી સામે , સિવિલ હોસ્પિટલ રોડ, ગાંધી ચોક, મોરબી (૩) કુશ ટ્રેડર્સ, એ-૧૧૬ ઓરેવા લેન્ડમાર્ક, શિવ અજંતા હોટેલ નીચે, ત્રાજપર, સામાકાંઠે, મોરબી (૪) પટેલ હાર્ડવેર ,જીનપરા મેઈન રોડ , વાંકાનેર (૫) ઉમિયા ઝેરોક્ષ, જૂની મામલતદાર ઓફિસ સામે ,હળવદ (૬) પટેલ રેસ્ટોરન્ટ, સરા ચોકડી, હળવદ (૭) બંશી એગ્રો સીઙસ , બહુચર ચેમ્બર, લતિપર ચાર રસ્તા, ટંકારા ખાતે થી મળી રહેશે.

મોરબીમાં યોજાનાર વિશ્વનું સૌથી મોટું મહાનાટક જાણતા રાજાના આયોજક માતૃ ભૂમિ વંદના ટ્રસ્ટના પ્રમુખ મહેશભાઈ ભોરણીયા સાથે છત્રપતિ શિવાજી મહારાજના આ વિશ્વ પ્રસિદ્ધ નાટકના આયોજન અને વિશેષતા અંગે મોરબી અપડેટની ખાસ વાતચીતનો વિડિઓ જુઓ…

 

 

- text