મોરબીના દિવ્યાંગ બાળકો રજુ કર્યો અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ

- text


જે.કે.પેઇન્ટસ ખાતે માનવમંદિર સંસ્થા દ્વારા આયોજિત કાર્યક્રમમાં ૪૮ બાળકોએ કલા રજૂ કરી

મોરબી : માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ મોરબી દ્વારા ૨૬ જાન્યુઆરી ઉજવણી સંદર્ભે દિવ્યાંગ બાળકોનો અદભુત સાંસ્કૃતિક કાર્યક્રમ જે.કે.પેઇન્ટસ જીઆઇડીસી મોરબી ખાતે રજૂ કરવામાં આવ્યો હતો.

મોરબીમાં માનવ મંદિર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૩૫૦ જેટલા દિવ્યાંગ અને સી.પી. બાળકોના ઉત્થાનનું કાર્ય કરવામાં આવી રહ્યું છે, આ બાળકોને પ્રોત્સાહિત કરવા જે.કે.પેઇન્ટસ જીઆઇડીસી મોરબી ખાતે ગઈકાલે સુંદર સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ૪૮ બાળકોએ ભાગ લઈ પોતાની કલા રજૂ કરી હતી.

- text

આ કાર્યક્રમમાં આયોજકો દુર્ગાબેન કૈલા, દિપાબેન કોટેચા, પ્રદીપભાઈ વોરા અને ગીરીશભાઈ પારેખ, દ્વારા લોકોને અપીલ કરતા જણાવ્યું હતું કે દિવ્યાંગ બાળકો ઉત્થાન માટે સંસ્થાના સેવા કાર્ય કરી રહી છે જેમાં મદદરૂપ થવા અને દિવ્યાંગ બાળકોને દત્તક લેવા તેમજ અન્ય સેવાકીય પ્રવૃતિમાં જોડાવા આહવાન કરાયું હતું.

આ પ્રસંગે દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહક પારિતોષિક આપી સન્માન પણ કરવામાં આવ્યું હતું. સમગ્ર કાર્યક્રમ નું સંચાલન દિનેશભાઇ વડસોલા એ કર્યું હતું

- text