રક્તદાન કરી ઉતરાયણ પર્વની આગોતરી ઉજવણી કરતો મોરબી માહેશ્વરી સમાજ

- text


મોરબી : ઉત્તરાયણ એટલે દાનનું પર્વ દરેક સમાજના લોકો ઉત્તરાયણ પર્વે અલગ – અલગ ચીજ વસ્તુઓનું દાન કરતા હોય છે ત્યારે મોરબી માહેશ્વરી સમાજ દ્વારા ઉત્તરાયણ પર્વ પૂર્વે રક્તદાન કરી સૌથી મહા મૂલ્યવાન દાન કરવામાં આવ્યું હતું.

ઉતરાયણો નો પવઁ એટલે દાન નો પવઁ છે.આ વિચાર ને અનુરૂપ મોરબી માહેશ્વરી સમાજ તરફથી અનોખું દાન કરી આ પવઁ ની ઊજવણી કરવા માટે રવિવારના રોજ માહેશ્વરી નવયુવક મંડળ મોરબી દ્વારા ધન્વંતરી ભવન શિવ હાઇટ’સામે કાયાજી પ્લોટ-૧ મોરબી ખાતે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.

- text

આ રક્તદાન કેમ્પમાં રકતદાન માટે રીતસર માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો અને મોટા પ્રમાણમાં લોકોએ રક્તદાન કર્યું હતું.

રક્તદાન કેમ્પને અભૂતપૂર્વ પ્રતિસાદ મળ્યો હતો અને કેમ્પ દરમિયાન મોટી સંખ્યામાં બ્લડબેન્કમાં રકત જમા કરાવવામાં આવ્યું હતું સમગ્ર આયોજનને સફળ બનાવવા માહેશ્વરી નવયુવક મંડળ મોરબી ના પ્રમુખ વિરેશભાઈ કેલા ઉપપ્રમુખ સાગરભાઈ કચોરીયા તથા બધા સદસ્યો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

- text