વાંકાનેરના ઢુંવા નજીક થાનના બે શખ્સોને દારૂ સાથે ઝડપી લેતું આર.આર.સેલ

- text


વાંકાનેર : વાંકાનેરની ઢુંવા ચોકડી નજીક આર.આર.સેલે સપાટો બોલાવી થાનના બે શખ્સોને વિદેશીદારૂની બાર બોટલ અને કાર સાથે ઝડપી લઈ વાંકાનેર પોલીસને હવાલે કર્યા હતા.

જાણવા મળ્યા મુજબ ગતરાત્રીના વાંકાનેરના ઢુંવા નજીક ભાવની ચોકડી પાસે આર.આર.સેલના સ્ટાફે છાપો મારી ચંદ્રસિંહ ઘનશ્યામસિંહ રાણા અને રમેશ ચોથા કિહલા નામના શખ્સને સેન્ટ્રો કારમાં વિદેશી દારૂની ૧૨ બોટલ કિ.૩૬૦૦ સાથે ઝડપી લઈ વાંકાનેર તાલુકા પોલીસને હવાલે કર્યા હતા.

- text

વાંકાનેર પોલીસે બન્ને શખ્સો પાસેથી ૩૬૦૦ની કિંમતનો વિદેશી દારૂ બે મોબાઈ અને સેન્ટ્રો કાર મળી કુલ રૂપિયા ૧૦૮૧૦૦ના મુદામાલ સાથે બન્ને વિરુદ્ધ ગુન્હો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- text