શનિવારે મોરબીમાં બાળ કેળવણી અંગે વૈચારિક સેમિનાર

- text


બાળ રોગ નિષ્ણાત ડો.સતીષ પટેલ માતાઓને આપશે માર્ગદર્શન

મોરબી : આજના આધુનિક સમયમાં આપણે સામાન્ય વસ્તુની ખરીદીથી લઈ મકાન ચણતર જેવી બાબતોમાં નિષ્ણાતોનો મત મેળવીએ છીએ ત્યારે રાષ્ટ્રીય સંપત્તિ એવા બાળકોના ઘડતરમાં શા માટે ચલાવી લેવું જોઈએ ? બસ આજ ઉદ્દેશ સાથે આવતીકાલે શનિવારે મોરબીમાં ઘુટુ રોડ પર બાળકોના ઘડતર અંગે માર્ગદર્શક સેમિનારનું આયોજન કરાયું છે.

- text

એક છોડને ઉછેરવા યોગ્ય સમયે પાણી, ખાતર, માવજત અને જરૂરી દવાની જરૂર પડે તેવી જ રીતે બાળકના ઘડતર માટે ફક્ત ફક્ત સારી સ્કૂલમાં એડમિશનથી જ વાત પૂર્ણ નથી થતી કઈક આવા જ કારણો સર મોરબીના ઘૂંટુ (જનકપુર) સવજીકાકા હોલ ખાતે બાળ કેળવણી જાગૃતિ માટે વૈચારિક સેમિનારનું આયોજન કરાયું છે જેમાં બાળરોગ નિષ્ણાત ડો.સતિષભાઈ એન.પટેલ બપોરે ત્રણ વાગ્યે બહેનો માતાઓને માર્ગ દર્શન પૂરું પાડશે.

આથી બાળકોના ભવિષ્ય માટે જાગૃત માતા બહેનોએ વધુમાં વધુ ઉપસ્થિત રહી આ સેમિનારનો લાભ લેવા આયોજકો દ્વારા જણાવાયું છે.

- text