મોરબીમાં શક્તિપ્લોટ પોસ્ટ ઓફિસને રાતો-રાત બંધ કરી દેવાઈ

- text


ઓછા વર્ક લોડના બહાને લોકોની સુવિધા છીનવાઈ : હવે લોકોને મુખ્ય પોસ્ટ ઓફિસના ધક્કા

મોરબી : મોરબીના શક્તિપ્લોટ વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફિસને રાતો-રાત તાળા મારી દઈ લોકોની સુવિધા છીનવી લેવાતા પ્રજાજનોમાં રોષની લાગણી પ્રસરી છે, જો કે પોસ્ટઓફિસ તંત્ર જુઠ્ઠાણું ફેલાવી ઓછા વર્ક લોડને કારણે પોસ્ટ ઓફીસ બંધ કર્યાનું બહાનું આગળ ધરી રહી છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના શક્તિપ્લોટ વિસ્તારમાં આવેલ પોસ્ટ ઓફિસને ઓછા વર્કલોડને કારણે રાતો-રાત બંધ કરી દેવામાં આવી છે. જો કે હકીકત એ છે કે અહીં એક હજાર જેટલા ખાતા ધારકો નોંધાયેલા છે ઉપરાંત નેની બચત યોજનાના એજન્ટો કાયમી કામગીરી માટે આવતા અને પ્રજાજનો વિજબીલ સહિતના કામો માટે નિયમિત રીતે આ પોસ્ટ ઑફિસે આવતા હોવા છતાં પોસ્ટલ વિભાગે શા માટે રાતો-રાત આ પોસ્ટ ઓફીસ બંધ કરી એવા સવાલો લોકો ઉઠાવી રહ્યા છે.

- text

બીજી બાજુ પોસ્ટ વિભાગ ઓછું કામનું બહાનું બતાવી અને ઉપરથી આદેશ આવતા પીસ્ટ ઓફીસ બંધ કરી આ પોસ્ટ ઓફિસને મુખ્ય પોસ્ટ ઓફિસમાં ભેળવી દીધી હોવાનું જણાવી રહી છે.

પરંતુ હકીકતમાં મુખ્ય પોસ્ટ ઓફિસમાં પહેલેથી જ કામનું અતિ ભારણ હોય લોકોના કામ ન થતા હોવાની ફરિયાદો ઉઠી છે ત્યારે આ વધારાના ગ્રાહકોને કેવી સુવિધા મળશે તેની સામે પણ પ્રશ્નાર્થ ખાડા થયા છે.

- text