આમરણ ગ્રામ પંચાયતમાં ૨૫ – ૨૫ વર્ષથી રોટેશન ન બદલતા રજુઆત

- text


વોર્ડ નંબર ૧ થી ૫ માં મહિલા અનામત બેઠક રાખવાથી ઓજલ પ્રથા ધરાવતા સૈયદ સમાજ દ્વારા રોટેશન બદલવા મંગ ઉઠવાઈ

મોરબી : મોરબી જિલ્લાના આમરણ ગામમાં ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્વે વોર્ડમાં મહિલા અનામત બેઠકોમાં રોટેશન ફેરવવામાં મુસ્લિમ સમાજ દ્વારા જિલ્લા કલેકટર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે.

આમરણ ગામના અગ્રણી સબરમીયા બાવામિયા બુખારી, યાકુબમિયા એમદમીયા બુખારી અને શાબિરમીયા અબ્બાસમિયા બુખારી દ્વારા જિલ્લા કલેકટર અને જિલ્લા ચૂંટણી અધિકારીને લેખિત આવેદનપત્ર પાઠવી આમરણ ગ્રામ પંચાયતના ૧ થી ૫ વોર્ડમા છેલ્લા પચીસ-પચીસ વર્ષથી મહિલા અનામત ઉમેદવાર જ રાખવામાં આવતા હોય આ વિસ્તારમાં મોટાભાગના સૈયદ મુસ્લિમ સમાજમાં લોકો રહેતા હોય મહિલાઓમાં ઓજલ પ્રથાને કારણે કોઈ મહિલા ઉમેદવાર ચૂંટણી લડતા નથી પરિણામે આમરણના વોર્ડ નંબર ૧ થી ૫ માં આવતા દાવલશાહ વિસ્તાર ગ્રામપંચાયતથી વિખૂટો પડી ગયો હોય તેવું જણાઈ રહ્યું છે.

- text

આ સંજોગોમાં જિલ્લા કલેકટર અને ચૂંટણી તંત્ર દ્વારા ગ્રામપંચાયતની ચૂંટણી પૂર્વે પચીસ વર્ષથી મહિલા અનામત ધરાવતા આ વોર્ડમાં રોટરશન ફેરફાર કરી અન્ય વિસ્તારમાં મહિલા અનામત આપવા આવેદનપત્રમાં રજુઆત કરવામાં આવી હતી.

- text