મોરબીમાં પ્રબુદ્ધ નાગરિકો માટે વિચાર ગોષ્ઠિ યોજાઈ

- text


શિશુ મંદિર ખાતે વિચાર ગોષ્ઠિમાં વક્તાઓનું પ્રવર્તમાન સમયને અનુરૂપ સંબોધન

મોરબી : બુધવાર ના રોજ શિશુમંદિર મોરબી ખાતે એનએમઓ તથા આરોગ્યભારતી મોરબી દ્વારા પ્રબુદ્ધ નાગરિક વિચાર ગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમની શરુઆત દિપ પ્રાગટયથી થઇ હતી અને વક્તાઓ તથા કાર્યકર્તાનો પરિચય એનએમઓના મોરબી જિલ્લાના અધ્યક્ષ ડો.વિજયભાઇ ગઢિયા દ્વારા આપવામાં આવ્યો હતો.

વિચાર ગોષ્ઠિ કાર્યક્રમમાં વક્તાઓનું સ્વાગત પુસ્તક દ્વારા કરવામાં આવ્યું
કાર્યક્રમને અનુરૂપ પ્રસ્તાવના આરએસએસ ના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડો.જ્યંતીભાઇ ભાડેસિયા દ્વારા કરવામાં આવી હતી અને રાજકોટથી પધારેલ વક્તા ડો.કમલભાઇ ડોડિયા-આંખના સર્જન સિવીલ હોસ્પિટલ તથા મેડિકલ ફેકલ્ટિ ડીન સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા ડોક્ટર અને સમાજ વિષય પર ઉદ્બોધન કર્યુ હતું.

- text

આ પ્રસંગે જામનગર આયુર્વેદ યુનિવર્સિટી ના કુલપતિ વૈદ સંજીવભાઇ ઓઝા દ્વારા – સાંપ્રત સમયમાં બુધ્ધીજીવીઓનું સમાજમાં યોગદાન વિષય પર બૌધ્ધીક ખૂબ જ રસપ્રદ રીતે આપવામાં આવ્યું હતી અને જીગ્નાશા સમાધાન અને પ્રશ્નોત્તરી તેમના દ્વારા કરાઇ હતી.

કાર્યક્રમના અંતે આભાર દર્શન એન એમ ઓ ના મંત્રી ડો. દિપકભાઇ અઘારા એ કર્યુ હતું તેમજ સમગ્ર કાર્યક્રમનું સંચાલન આરોગ્ય ભારતી ના મોરબી જીલ્લાના સંયોજક ડો.જયસુખ અઘારા એ કર્યું હોવાનું ડો વિજયભાઇ ગઢિયા-એન.એમ.ઓ. મોરબીની યાદીમાં જણાવાયુ હતું.

- text