મોરબી શહેરમાં મતદાન જન જાગૃતિ રેલી યોજાઇ

- text


મોરબી:લોકોમાં મતદાન પ્રત્યે જાગૃતિ કેળવાય અને મતદાનની ટકાવારી ઉચી જાય તેવા ઉદેશ સાથે ચૂંટણીપંચના સ્વીપ કાર્યક્રમ હેઠળ જુદા જુદા અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહયા છે. જે અંતર્ગત મોરબી જિલ્લામાં પણ ચિત્ર સ્પર્ધા વકતૃત્વ સ્પર્ધા તેમજ શેરી નાટકોના કાર્યક્રમ યોજાઇ રહયા છે. 

મોરબી જિલ્લા ચૂંટણી તંત્ર દ્રારા મોરબી શહેરમાં મતદાન જન જાગૃતિ રેલી યોજાઇ હતી. જેમાં બાજીરાજબા કન્યા વિધાલયની બાળાઓ દ્રારા મતદાન જન જાગૃતિ અંગેના પ્લેકાર્ડ સાથે આ રેલી મોરબી શહેરના વિવિધ રાજમાર્ગો ઉપરી ફરી હતી. તેમ જિલ્લા પ્રા. શિક્ષણ અધિકારીશ્રી પી.વી. રાઠોડ ની યાદીમાં જણાવ્યુ છે.

- text

- text