માળીયા-અમદાવાદ હાઇવે ઉપર ૮ લાખના દારૂ સાથે ટ્રક ઝડપી લેતું આર આર સેલ

- text


ટ્રક-દારૂ,બિયર અને આઇસર ટ્રક સહિત રૂપિયા ૧૨૯૪૦૦૦ નો મુદામાલ જપ્ત
મોરબી:ગતરાત્રીના માળીયા-અમદાવાદ હાઇવે ઉપર અણિયારી ટોલનાકા નજીકથી આર આર સેલે બાતમીના આધારે ટ્રકને રોકી ચેકિંગ કરતા દારૂ-બિયરના ૮ લાખના જથ્થા સાથે ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.
પ્રાપ્ત વિગતો મુજબ આર.આર.સેલને રાજસ્થાનથી ગુજરાતમાં દારૂ બિયરનો મોટો જથ્થો ઘુસાડવામાં આવનાર હોવાની બાતમીને આધારે ગતરાત્રીના અમદાવાદ માળીયા હાઇવે ઉપર અણિયારી ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી ત્યારે કચ્છ પાસિંગનો આઇસર ટ્રક નંબર – જી જે ૧૨ એક્સ ૧૭૯૮ નીકળતા તલાશી લેતા ઈંગ્લીશ દારૂની બોટલ નંગ ૧૮૨૬ – કિમત – ૬,૫૪૦૦૦,બિયર ટીન નંગ ૧૩૬૮ – કિમત – ૧,૩૬,૮૦૦ તથા ટ્રક સહિત સાથે કુલ ૧૨,૯૪,૦૦૦ નો મુદામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

- text

વધુમાં આર.આર.સેલે વિદેશી દારૂ ગુજરાતમાં ઘુસાડવા બદલ બાડમેર રાજસ્થાન બડમેરના લક્ષમણ બેનિવાલ ઉ.૨૦,સુરેશ નવલરામ જાટ,ઉ.૧૮ તથા હરિયાણાના રાજારામ નામના શખ્સને ઝડપી લઈ ત્રણેય શખ્સો વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ સહિતની કલમો સાથે આરોપીઓ વિરુદ્ધ માળીયા પોલીસ મથકમાં આર.આર.સેલના રસિકભાઈ મનસુખભાઇ પટેલે ફરિયાદી બની ગુન્હો દાખલ કરાવી છે.
જેને પગલે માળીયા પોલીસે ત્રણેય વિરુદ્ધ ગુન્હો દાખલ કરી દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી લાવ્યા અને ક્યાં પહોંચાડવાનો હતો તે સહિતની બાબતોનો ભેદ ખોલવા આગળની કાર્યવાહી હાથ ધરી છે.

- text