આમરણમાં યુવતીની છેડતી બાદ માતાને ચોટલો પકડી માર મારતા બેશરમો

- text


તાલુકા પોલીસ મથકમાં ચોંકાવનારી ફરિયાદ બાદ પોલીસ હરકતમાં

મોરબી:મોરબીના આમરણમાં(ડાયમંડનગર) બે શખ્સોએ યુવતીની ઘરમાં ઘુસી છેડતી કર્યા બાદ આ મામલે બેશરમોને સમજાવવા ગયેલા યુવતીના માતા પિતાને ગાળો આપી યુવતીની માતાને ચોટલો પકડી ઢસડી માર મારતા પોલીસ ફરિયાદ નોંધાઇ છે.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના આમરણ (ડાયમંડનગર) ખાતે રહેતી જીન્ક્લબેન દિનેશભાઈ કાસુન્દ્રા (ઉ.વ.૧૯) નામની યુવતીએ મોરબી તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે ગત તા. ૩૦ ના રોજ તેણી ઘરમાં એકલી હતી ત્યારે એકલતાનો લાભ ઉઠાવીને આજ ગામનો આરોપી પાર્થ ચંદુ ગાંભવા અને ભરત છગન ગાંભવા તેણીના ઘરમાં ઘુસી આવીને તેનું બાવળું પકડીને તેની શારીરિક છેડછાડ કરી હતી અને પજવણી કરી હતી.

- text

આ મામલે ભોગ બનનારની માતા આરોપીઓને સમજાવવા જતા બેફામ ગાળો આપી આરોપી ભરત ગાંભવાએ તેમનો ચોટલો પકડીને ઢીકાપાટું માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવ્યું હતું.

આ ગંભીર બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે યુવતીની છેડતીના ગુન્હામાં બંને આરોપીઓ વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ મહિલા પોલીસમથકને સોપી છે.

- text