મોરબીમાં ડુપ્લીકેટ કોલગેસ પ્લાન્ટ બનાવવાનું કૌભાંડ ઝડપાયું:સીઆઇડી ક્રાઈમ નું સફળ ઓપરેશન

- text


સદગુરુ ઇન્ડસ્ટ્રીઝમાંથી ૭૫ લાખનો મુદામાલ જપ્ત:કારખાંના માલિક નિલેશ બાવરવા નાસી છૂટતા વોન્ટેડ જાહેર કરાયા

- text

મોરબી:આજે મોરબીમાં સીઆઇડી ક્રાઈમ અને રેલવે પોલીસ ગાંધીનગરે દરોડો પાડી ડુપ્લીકેટ ગેસીફાયર ફાયર બનાવવાનું કૌભાંડ ઝડપી લઈ કોપી રાઈટ એક્ટ ભંગ બદલ ગુન્હો દાખલ કરી રૂપિયા ૭૫૦૦૦૦૦ લાખનો મુદામાલ જપ્ત કરી કારખાના માલિકને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે.
પ્રાપ્ત વિગતો મુજબ સીઆઇડી ક્રાઈમ અને રેલવે પોલીસ ગાંધીનગરે સ્થાનિક પોલીસને અંધારામાં રાખી મોરબીના લખધીરપુર રોડ ઉપર દરોડો પાડયો હતો,વધુમાં ધ ગ્રાન્ડ વૈભવ હોટલની બાજુમાં આવેલ સસગુરુ ઇન્ડસ્ટ્રીઝમાં ઝીરો એફયુલન્ટ ગેસીફિકેશન સિસ્ટમનું ગેરકાયદે ઉત્પાદન કરાતું હોવાની ફરિયાદને આધારે ડિટેકટિવ પોલીસ ઇન્સ્પેકટર ડી. એમ. મિશ્રા એ આ દરોડાની કાર્યવાહી કરી હતી.દરમિયાન સદગુરુ ઇન્ડ્સ્ટ્રીઝના માલિક નિલેશ છોટુભાઈ બાવરવા રેડની કાર્યવાહી બાદ ફોન બંધ કરી નાસી છૂટતા સીઆઇડી ક્રાઇમે વોન્ટડ જાહેર કરી મોરબી એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ દાખલ કરી છે.

- text