અકસ્માત નિવારણના ઉકેલનું મોડેલ રજૂ કરતા નવયુગ સ્કૂલના બાળકો

- text


ટંકારા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષા ના વિજ્ઞાન પ્રદર્શનમાં નવયુગ સ્કૂલ પ્રથમ

- text

મોરબી:મોરબી જિલ્લા કક્ષાના વિજ્ઞાન પ્રદર્શનમાં નવયુગ સ્કૂલન બાળકોએ અકસ્માત નિવારણનું ડિજિટલ મોડેલ રજૂ કરી સમગ્ર જિલ્લામાં પ્રથમ ક્રમ મેળવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ મોરબી જિલ્લામાં નવયુગ સંકુલના બાળકો દ્વારા ટંકારા ખાતે યોજાયેલ જિલ્લા કક્ષાના વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ અકસ્માત નિવારણનો ડિજિટલ ઉકેલ આ પ્રયોગનું મોડેલ રજુ કર્યું હતું. જેમાં સમગ્ર મોરબી જિલ્લામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી રાજ્યકક્ષાએ સિલેક્શન થયેલ છે,
ઉલ્લેખનીય છે કે આ પ્રોજેકટ વિદ્યાર્થીઓ દ્વારા ફક્ત ૧૦ દિવસની મહેનત કરી ફક રૂપિયા ૭૦૦ ના ખર્ચમાં તૈયાર કર્યો હોવાનું શાળા સંચાલકોએ જણાવ્યું હતું.આ ભવ્ય સફળતા બદલ ભાગ લીધેલ વિદ્યાર્થી તેમજ માર્ગદર્શક શિક્ષકશ્રી દિપકભાઈ જીવાણી તથા અન્ય શિક્ષકશ્રીઓ ને નવયુગ ગ્રુપ ઓફ એજ્યુકેશનના પ્રમુખશ્રી પી.ડી.કાંજીયાસર તેમજ નવયુગ પરિવાર ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવે છે.

- text