ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા સંધના પ્રમુખપદે ગૌતમ વામજાની વરણી

- text


ટંકારા:તાજેતરમાં ગ્રાહક સુરક્ષા વિભાગની બેઠકમાં ટંકારા તાલુકાના હોદ્દેદારોની નિમણુંક કરવામાં આવી હતી જેમાં પ્રમુખ પદે લજાઈ ગામના ગૌતમભાઈ વામજાની નિમણુંક કરવામાં આવી હતી.

ગ્રાહક સુરક્ષા વિભાગ દ્વારા ટંકારા તાલુકાના લજાઈ ગામના ખેડુતપુત્ર અને યુવા સામાજિક કાર્યકર ગૌતમભાઈ વામજાની ટંકારા તાલુકાના ગ્રાહક સુરક્ષા સંઘના પ્રમુખ તરીકે તેમજ ઉપપ્રમુખ તરીકે પાચોટીયા આનંદકુમાર મનહરભાઈ અને મંત્રીશ્રી તરીકે મેરજા પ્રવિણભાઈ મગનભાઈની નિમણુક થતા લજાઈ, હડમતિયા, સજજનપર તેમજ ટંકારા તાલુકાના અન્ય ગામોમાં ખુશીની લાગણી જોવા મળી છે તેમજ બહોળુ મિત્ર સર્કલ ધરાવતા ગૌતમભાઈ વામજાની નિમણુંક રાજકોટ જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રીમતી રમાબેન માવાણી તેમજ મોરબી જીલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ શ્રી લાલજીભાઈ મહેતા દ્વારા કરવામાં આવી છે.

- text

- text