પ્રાચીન ગરબી અને સ્કૂલો માં તંત્ર દ્વારા મતદાન જનજાગૃતિ કાર્યક્રમો

- text


મોરબી:વિધાનસભા ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા લોકોમાં મતદાન અંગે જનજાગૃતિ લાવવા પ્રાચીન ગરબીને પ્લેટફોર્મ બનાવી લોકોને મતદાન માટે શપથ લેવડવામાં આવે છે.

- text

પ્રાપ્ત વિગતો મુજબ મોરબીમાં કન્યા છાત્રાલય રોડ પર આવેલી પાટીદાર ગઢ અવધ 4 સોસાયટી માં યોજાતી ગરબીમાં ડે.કલેકટર દમયંતિબેન બારોટ મતદાન અંગે લોકોમાં અને ખાસ કરીને મહિલાઓ જાગૃતિ આવે અને તમામ મતદારો મતદાન કરે તે આશયથી માતાજીની સ્તુતિ આરતી પૂર્વે મતદાન કરવા માટેના સપથ લેવડવામાં આવે છે. આ તકે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી બી. એન દવે ,પ્રાથમિક શિક્ષક સંઘ ના પ્રમુખ મણિલાલ સારાડવા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા તેમજ શહેર ના સામ કાંઠે આવેલી સાર્થક વિદ્યામંદિર માં મતદાન જાગૃતિ માટેનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોરબી જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીના એ.ઈ.આઈ. પી.વી.રાઠોડ સાહેબે મતદાન વિષે ભાવિ નાગરિકોને જાગૃત કર્યા અને 100 % મતદાન માટે સપથ લેવડાવ્યા..જિલ્લા વહીવટી તંત્રના આ નવતર પ્રયોગથી લોકોમાં જાગૃતિ આવી હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે

- text