મોરબી જુના બસ સ્ટેન્ડે ડખ્ખો : ક્રિષ્ના ટ્રાવેલ્સમાં તોડફોડ

- text


શાંતિ સમિતિની બેઠક સમયે જ મોરબી જુના બસ સ્ટેન્ડે ડખ્ખો

મોરબી:આજે બપોરે મોરબીના જુના બસ સ્ટેન્ડ નજીક આવેલ ક્રિષ્ના ટ્રાવેલ્સની ઓફિસમાં પાર્સલ લેવા આવેલા વ્યક્તિ સાથે માથાકુટ થતા પળભરમાં જ હંગામો મચી ગયો હતો અને તોફાની તત્વોએ તોડફોડ કરતા આ વિસ્તારમાં નાસભાગ મચી જવા પામી હતી.

જાણવા મળતી વિગતો મુજબ મોરબીના જુના બસસ્ટેન્ડ નજીક ક્રિષ્ના ટ્રાવેલ્સની ઑફિસે પાર્સલ લેવા માટે આવેલા શખ્સને ગાળો બોલવાની ના કહેતા સામાન્ય બાબતમાં બોલાચાલીએ મોટું રૂપ ધારણ કર્યું હતું,ઓફિસના કાચ ફોડી નાખ્યા, સોડા બોટલના છુટ્ટા ઘા કર્યા હતા અને છુટા હાથની મારામારી તલવાર,ધોક,પાઇપ જેવા હથિયારો સાથે ઝઘડાએ મોટુ રૂપ ધારણ કરતા નાસભાગ મચી ગઇ હતી,  અને આ વિસ્તારની આજુ બાજુની દુકાનો ટપોટપ બંધ થઈ ગઈ હતી.

- text

વધુમાં આ ઝઘડામાં ટ્રાવેલ્સના માલિક સહિતના સ્ટાફ ઉપર કર્યો તલવાર, ધારીયા વડે હુમલો થતા મામલો એ ડિવિઝન પોલીસ મથકે પહોંચ્યો હતો.બીજી તરફ આ પ્રકરણમાં ઝઘડો કરનાર સામે વાળું જૂથ પણ એ ડિવિઝન પોલીસ મથકે પહોચ્યું હોવાનું જાણવા મળ્યું છે.

ઉલ્લેખનીય છે કે એક તરફ એ ડિવિઝન પોલીસમાં શાંતિ સમિતિની બેઠક ચાલુ હતી એવા સમયે જ આ ડખ્ખો સર્જાયો હતો.જોકે હજુ સુધી આ મામલે સતાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાઇ નથી

- text