ભાજપને અચાનક યુવાનો યાદ આવ્યા

- text


કોંગ્રેસે બેરોજગારોને ભથ્થા આપવાની જાહેરાત કરતા ભાજપ આજથી પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર શરૂ કરશે

મોરબી : ચૂંટણી નજીક આવતા જ ભાજપ-કોંગ્રેસ દ્વારા મતદારોને રીઝવવા અવનવી યોજના તરતી મૂકી છે જે અન્વયે કોંગ્રેસે પોતાની સરકાર આવેતો બેરોજગારોને ભથ્થા આપવાની જાહેરાત કરતા ભાજપે યુવાધનને આકર્ષવા પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્ર શરૂ કરવાનું જાહેર કરી મોરબીમાં આજથી કેન્દ્રની શરૂઆત થશે.
પ્રાપ્ત વિગતો મુજબ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજથી મોરબીના રવાપર રોડ પર ઘનશ્યામ આર્કેડ ખાતે પ્રધાનમંત્રી કૌશલ્ય કેન્દ્રનો પ્રારંભ કરવામાં આવશે, આ કૌશલ્ય કેન્દ્રમાં યુવાનોને રોજગાર લક્ષી તાલીમ આપવામાં આવશે.
વધુમાં ભાજપ મીડિયાસેલના વિજય લોખીલના જણાવ્યા મુજબ ભાજપ સરકાર દ્વારા સ્ટાર્ટઅપ પોલિસી અંતર્ગત નવતર વિચારોને સાકાર કરવા ગુજરાત સ્ટાર્ટઅપ મિશનની રચના અને પરિણામલક્ષી અમલીકરણ માટે યુવાનોને આ યોજના થકી કૌશલ્ય તાલીમ આપી રોજગારી પુરી પાડવાનો ઉદેશ્ય રાખવામાં આવ્યો છે.
વધુમાં ભાજપ સરકારે આઇટી/આઇટીઇએસ પોલિસી અંતર્ગત ૨૦૨૧ સુધીમાં ૧૦લાખ યુવાનોને રોજગારી આપવાનો લક્ષ્યાંક રખાયો છે જેનું કેન્દ્ર આજથી મોરબી ખાતે શરૂ થવા જઈ રહ્યું છે.

- text