સિદ્ધિ વિનાયક કા રાજાના અદભુત આયોજનથી પ્રભાવિત થતા ઋત્વિજ પટેલ : મહાઆરતી કરી

- text


રામકો બંગલોઝથી રામોજી ફાર્મ સુધી કાર્યકર્તાઓ દ્વારા ઢોલ નગારા સાથે રજવાડી સ્વાગત કરાયું

મોરબી : મોરબી આવેલા પ્રદેશ ભાજપના યુવા પ્રમુખ ડૉ.ઋત્વિજ પટેલએ સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવમાં મહાઆરતીનો લાભ લીધો હતો. ઋત્વિજ પટેલનું ગણેશોત્સવ સમિતિ દ્વારા સ્વાગત કરી તેમના હસ્તે મહા આરતી કરાવવામાં આવી હતી. જો કે ગણેશમહોત્સવના અદભુત આયોજનથી તેઓ ખૂબ જ પ્રભાવિત થયા હતા.
મોરબીના કેનાલ રોડ પર રામોજી ફાર્મમાં બિરાજેલા સિદ્ધિ વિનાયક કા રાજા ગણેશોત્સવમાં ગઈકાલે ભારતીય જનતા પક્ષના પ્રદેશ યુવા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલ મહેમાન બનતા તેમનું આતશબાજી ઢોલ નગારાંના તાલે રામકો બંગલોઝથી ભવ્યાતીભવ્ય રજવાડી અદાથી સ્વાગત કરવામાં આવ્યું હતું. ગણેશોત્સવના આયોજક અરવિંદભાઈ બારૈયાએ જણાવ્યા હતું કે પહેલીવાર જ મોરબી આવેલા ડો.ઋત્વિજ પટેલને આવકરવા ગણેશ મહોત્સવ સમિતિના ટંકારા અને મોરબીના યુવાનો રામોજી ફાર્મ ગણપતિબાપાના પંડાલ સુધી કતાર બંધ ઉભા રહી તેમને આવકાર આપ્યો હતો તેમના માટે ખાસ રજવાડી બગી મંગાવી આતશબાજી,અબીલ-ગુલાલની છોળો વચ્ચે ફૂલોથી અનોખા અંદાજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું અને જામનગરના પ્રખ્યાત 30 ઢોલીઓએ અનોખા અંદાજમાં તેમના આગમનને વધાવ્યું હતું. આ તકે રામકો બંગલોઝથી રામોજી ફાર્મ વચ્ચે વસવાટ કરતા લોકોએ પણ ડો.ઋત્વિજ પટેલનું ફુલહાર કરી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે ડો.ઋત્વિજભાઈ પટેલ ને મોરબી શહેર કાયમી યાદ રહે તે માટે સિદ્ધિ વિનાયક ગ્રુપ મોરબી અને ટંકારા વતી અરવિંદ બારૈયા એ તેમને ગણપતિબાપાના પ્રતીકરૂપી મોમેન્ટો આપી કાયમી સંભારણું ભેટ ધર્યું હતું.
દરમિયાન ગઈકાલે સાંજે ભાજપના પ્રદેશ યુવા પ્રમુખ ડો.ઋત્વિજ પટેલના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી આ પ્રસંગે કચ્છના સાંસદ વિનોદ ચાવડા ,ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા, મહામંત્રી હિરેન પારેખ, પ્રજ્ઞેશ વાઘેલા અને જિલ્લા ભાજપના આગેવાનો કાર્યકરો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહયા હતા અને ગણેશોત્સવના અદભુત આયોજન કરવા બદલ અરવિંદભાઈ બારૈયા અને તેમની યુવા ટીમને ખુબખુબ અભિનંદન પાઠવ્યા હતા.

 

- text