ટંકારામાં પાસની મિટિંગ મળી : કાર્યકર્તા સંમેલન ને લઈને ચર્ચા : દિનેશ બાભણીયા પરના હુમલા ની ટિકા કરાઈ

- text


ટંકારા : ટંકારા તાલુકા પાસની ટીમ દ્વારા ટંકારા તાલુકા ના આજુબાજુના પાટીદાર સમાજ ના યુવાનો 5 તારીખ ને શનિવારે અમદાવાદ ખાતે મળનાર કાર્યકર્તા સંમેલન માં જવા માટે ની મીટીંગ નું આયોજન કરવામાં આવ્યું હતું .જેમાં અલગ અલગ મુદા પર ચર્ચા થઈ હતી તો વઘુને વઘુ પાટીદાર આ સંમેલનમાં ભાગ લે અને અગાઉ થી નામ નોંધાવી આપે તેવુ જણાવ્યું હતું. જયારે મિટિંગમાં હાલ તાજેતરમાં દિનેશ બાભણીયા પર થયેલા હુમલા ની ટિકા કરાવામાં આવી હતી.

- text

લતીપર ચોકડી ટંકારા 9:00 વાગે મળેલ મિટિંગ મા પાસ ના મોરબી જીલ્લા ના મનોજ પનારા ટંકારા ના પ્રકાશ સવસાણી, અક્ષય પટેલ જખરો, ગપીભાઈ, હાર્દિક ભાલોડીયા સહિત ગામે ગામના પાટીદાર મિત્રો હાજર રહ્યા હતા.

- text