હળવદ હાઇવે પર અજાણ્યા શખ્સો તળાવમાં ઝેરી દવા નાખી જતા ચકચાર

- text


હળવદ: હળવદ હાઇવે પર શ્રીરામ ગૌશાળા નજીક આવેલ તળાવમાં કોઈ અસામાજિક તત્વોએ ઝેરી જંતુનાશક દવાની બોટલો ફેંકી જતા અબોલ જીવો માટે જીવનું જોખમ ઉભું થયું છે.

- text

જાણવા મળતી વિગતો મુજબ હળવદ હાઈવે પર આવેલ શ્રી રામ ગૌશાળાની સામે આવેલ તલાવડીમા કોઈ અજાણ્યા શખ્સો દ્વારા ખેતીમાં વપરાતી જંતુનાશક દવાની બોટલો નાખી જતા આ તલાવડીમાંથી પાણી પીતા અબોલ પશુઓ પર જીવનું જોખમ ઉભું થયું છે.
આ મામલે ગામના જાગૃત નાગરિકો દ્વારા તાત્કાલિક ઝેરી બોટલો દૂર કરી કોઈ માલધારી આ તલાવડામાં પોતાના માલઢોરને પાણી ન પીવડાવે તે માટે સૂચના આપવામાં આવી છે અને દવા ફેંકી જનારાઓને પકડી લેવા માંગ ઉઠાવી છે.

- text