સેતુબંધ ફાઉન્ડેશનની વધુ એક ટીમ રાહત સામગ્રી સાથે બનાસકાંઠા રવાના થશે

- text


સેતુબંધ ફાઉન્ડેશનની અપીલને મોરબી શહેર જિલ્લાની જનતાએ આપ્યો અભૂતપૂર્વ પ્રતિસાદ

મોરબી : અતિવૃષ્ટિને પગલે મોરબી સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા મદદ માટે કરાયેલી અપીલને જબરો પ્રતિસાદ મળી રહ્યો છે મોરબી-માળીયા બાદ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા બનાસકાંઠા જિલ્લામાં દાતાઓ તરફથી મળતી સામગ્રી વિતરણ કરવામાં આવી રહી છે અને આજે રાત્રે વધુ એક ટ્રક ભરી રાહત સામગ્રી રવાના કરવામાં આવી રહી છે.

અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોમાં પુરપીડિતો માટે સહાય માટેની સેતુબંધ ફાઉન્ડેશનની અપીલને ચોમેરથી ખુબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને વિવિધ દાતાઓ દ્વારા અવિરતપણે દાનનો પ્રવાહ પૂરપીડીતો માટે આપવામાં આવી રહ્યો છે. હાલમાં મોરબી જીલ્લાના પુરગ્રસ્ત વિસ્તાર ઉપરાંત બનાસકાંઠાના પૂરપીડીતો માટે પણ સેતુબંધ ફાઉન્ડેશન દ્વારા સહાય કાર્ય ચાલી રહ્યું છે ત્યારે બનાસકાંઠાના પૂરપીડીતોની સહાય આજે રોજ મોરબીથી રાત્રે બનાસકાંઠાના પુરગ્રસ્ત વિસ્તારના લોકોને સહાયરૂપ થવા માટે ઉપરોક્ત સંસ્થાની એક ટીમ રવાના થનાર છે.
સેતુબંધ ફાઉન્ડેશનની આ ટીમ પોતાની સાથે ૨૦૦૦ જોડિ કપડાં, ૫૦૦ જોડિ થાળી વાટકાના સેટ, ૧૨૦ બોરી ધઉંનો લોટ,30 બોરી ચોખા, ૩૦૦ કિલો ખીચડી, ૨૦૦ નંગ ધુસા, ૧૦૦ નંગ સાડી, ૧૦૦૦ ફુડ પેકેટ સાથે લઇને બનાસકાંઠાના પૂરગ્રસ્ત વિસ્તારોના લોકોને આ દુખદ અને વિકટ પરિસ્થિતિ માં સહાયરૂપ થવા માટે જઈ રહ્યા છે.

- text

આ કાર્યમાં સેતુબંધ ફાઉન્ડેશન ને યુવા શક્તિ ગ્રુપ તરઘરી, ઉમિયા ગ્રુપ તરઘરી, નરભેરામભાઈ કાનજીભાઈ સાવરીયા, હીરાભાઈ જેશાભાઈ પરમાર, અશોકભાઈ ભુદરભાઈ ઝાલારીયા, નટવરલાલ વનાગરા, ટી. સી. ફુલતરિયા ઉપરાંત સમસ્ત તરઘરી ગામનો ખુબ સારો સહયોગ પ્રાપ્ત થયેલ છે. આજ રોજ ઉપરોક્ત સહાય સામગ્રી લઇને સેતુબંધ ફાઉન્ડેશનના કાન્તિલાલ ડી. બાવરવા, તરઘરીના સરપંચ સાવરિયા ભાવેશભાઇ, સાવરિયા મનોજભાઈ, સાવરિયા વાસુદેવભાઈ, સાવરિયા મહેશભાઈ, વનાગરા મુકેશભાઇ, વનાગરા ગુણવંતભાઈ, ફુલતરીયા કાંતિલાલ, ફુલતરીયા સંજયભાઈ, ફુલતરીયા પિયુષભાઈ, સાવરિયા પવિણભાઈ, ફુલતરીયા હિતેશભાઈ, ઠોરીયા હિરેનભાઈ, પરમાર હિરાભાઈ જેશાભાઇ, પરમાર કીરીટભાઇ, પરમાર શૈલેષભાઈ, સોલંકી પરેશભાઇ, કેતનભાઇ,નિતિનભાઇ, હસમુખભાઇ, જગદિશભાઇ, બિપીનભાઇ વગેરે સેતુબંધ ફાઉન્ડેશન સાથે જોડાયેલા સેવાભાવી યુવાનોની ટીમ રાત્રે રવાના થશે.
જો કોઈ સેવાભાવી સંસ્થા કે લોકોએ કોઈપણ પ્રકારની સહાય મોકલવી હોય તો કે.ડી.બાવરવાનો ૯૮૨૫૧૩૯૯૯૨ નંબર પર સંપર્ક કરી શકે છે.

- text