હળવદ : સોસાયટી રહિશોએ ટી.સી સ્થળાંતરની માંગ કરી

- text


હળવદના રુદ્ર ટાઉનશીપનાં રહિશોએ નાયબ કાર્યપાલક ઈજનેર પીજીવીસીએલ હળવદને ટ્રાન્સફરનું સ્થળ ફેરવવા બાબતે લેખિતમાં રજૂઆત કરતા જણાવ્યું છે કે, સોસાયટીમાં આશરે ૧૫ ફૂટ જેટલો ઓટલો બનાવી એક ટી.સી. મૂકવામાં આવેલો છે. આ વિસ્તારમાં સ્કૂલ અને રહેઠાણોને કારણે બાળકો અહીંથી અવર-જવર કરતા હોય આથી અકસ્માતનો ભય છે. હાલમાં વરસાદી ઋતુ ચાલુ હોય શોર્ટસર્કીટનો પણ ભય છે. આથી ટી.સી.ની જગ્યા અન્યત્ર ખસેડવા અથવા ટી,સી વાળી જગ્યાએ ઊંચા બે થાંભલા લગાવવા સોસાયટી રહિશોની માંગણી છે. જો ૫ દિવસમાં આ અંગે ઉકેલ નહીં આવે તો ગાંધી ચીધ્યામાર્ગે આંદોલન કરવાની ફરજ સોસાયટી રહિશોને પડશે એવું જણાવવામાં આવ્યું છે.

- text