મોરબી : જોય ઓફ ગિવિંગ ગ્રુપ દ્વારા પછાત બાળકોને સ્કૂલબેગકીટ અપાઈ

- text


મોરબી : ‘જોય ઓફ ગિવિંગ’ ગ્રુપ મોરબી દ્વારા સાર્વજનિક પ્રાથમિક શાળા, હરિજનવાસ, જેલ પાસે તથા મોરબીનાં અન્ય વિસ્તારમાં વિદ્યાર્થીઓને સ્કૂલબેગ વિતરણ કરવાનો કાર્યક્રમ આજ રોજ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં ૧૦૦ જેટલા બાળકોને સ્કૂલ બેગ અને શૈક્ષણિક કીટનું વિતરણ શાળાનાં શિક્ષકોના હસ્તે જ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ભાવિપ્રસાદ રાવલ ફાઉન્ડર ગ્રુપ ઓફ જોય ઓફ ગિવિંગ ગ્રુપ મોરબી તથા ઘનશ્યામભાઈ અઘેરા, દેવેન રબારી સહિત જોય ઓફ ગિવિંગ ગ્રુપના અન્ય સભ્યો ઉપસ્થિત રહી સમાજસેવાની પ્રસંશનીય કામગીરી કરી હતી.

- text