ટંકારા : ભુગર્ભ ગટર-પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે ગ્રામસભામાં રજૂઆત

- text


ટંકારાના વિકાસ માટે માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવા વિસ્તારથી ચર્ચા થઈ

- text

ટંકારા ગ્રામ પંચાયત દ્વારા ગ્રામસભા સરપંચ નિશાબેન ડી.ત્રિવેદીના અધ્યક્ષ સ્થાને યોજાયેલી બેઠકમાં તાલુકા વિકાસ અધિકારી પલ્લવીબેન બારૈયા, કાર્યપાલક ઇજનેર બાબુલભાઇ અધિકારીઓ પદાધિકારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં ગ્રામ પંચાયતના મંત્રી કિશોર ભાઇ ભટાસણા દ્વારા ર૦૧ર૭-૧૮ ના વિકાસ કામોનો એજન્ડા જાહેર કરવામાં આવ્યો હતો. ભૂર્ગભ ગટરની નબળી કામગીરી અંગે વેપારી મંડળના પ્રમુખ હસમુખભાઇ કટારીયા, ભરતભાઇ આદ્રોજા તથા ગ્રામજનો દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
ટંકારામાં આશરે ૮૦૦ જેટલી ચોરસ કુંડીઓ તથા ગોળ કુંડીઓ બનાવાયેલી છે. જે કુંડીઓના અંદરના ભાગે પ્લાસ્ટર કરવામાં આવેલ નથી. આ સમસ્યાથી નગરજનો ભારે રોષ ફેલાયો છે. ટંકારાના જૂના તથા નવા દેવીપુજક વિસ્તારમાં ભુર્ગભ ગટરની કામગીરી કરવામાં આવી નથી. ટંકારાના ભુર્ગભ ગટર યોજના સાથે જબલપુરની સોસાયટીઓની ભૂર્ગભ ગટરનું જોડાણ અપાયેલ છે જે ગેરકાયદેસર છે. જબલપુરની ભૂગર્ભ ગટરની સફાઇ થતા લાઇટબીલનો પ્રશ્ન છે. ટંકારાની ભૂર્ગભ ગટર યોજનાના પપીંગ સ્ટેશન તા. રૂ. ૧,૭પ,૦૦૦ પોણા બે લાખ જેવી વીજ બીલની રકમ બાકી છે એ પણ એક મોટો પ્રશ્ન છે. આ મુદ્દે બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવી હતી.
ટંકારા ગ્રામ પંચાયતને ભુર્ગભ ગટર મેઇન્ટેનન્સ માટે મહેકમ તથા ગ્રાન્ટ અને સાધનો ફાળવવામં આવેલ નથી. ટંકારાના રમેશભાઇ ગેડીયા દ્વારા રજૂઆત કરવામાં આવેલી કે ટંકારા ગામે જે લાભાર્થીઓને ૧૦૦ ચો.વારના પ્લોટ ફાળવવામાં આવેલ તેના ઉપર આવાસ બનાવા માટે સરદાર આવાસ યોજના અને ઇન્દિરા આવાસ યોજના હતી તે બંધ થયેલી છે. મફત ઘરથાળના પ્લોટ ઉપર મકાન પ્રધાન મંત્રી આવાસ યોજનામાં લાભાર્થીઓના નામોનો સમવશે કરી તાલુકા પંચાયત ટંકારા દ્વારા ભલામણ કરવાની હતી. આ ઉપરાંત રમેશભાઇ ગેડીયાએ રજૂઆત કરેલી કે ટંકારા ગ્રામ પંચાયતની ગત ગામ સભામાં આ પ્રશ્ને રજૂઆત થયેલી અને ઠરાવ પણ થયેલો હતો જેમાં ર૦૧૪ અને ૧પમાં ઘરથાળના પ્લોટ મેળવનારના નામોની યાદી હતી પરંતુ મંત્રી આવાસ યોજનામાં નામો મોકલવાની કે ભલામણ ટંકારા તાલુકા પંચાયત દ્વારા કરાયેલી નથી. ટંકારા તાલુકા પંચાયત દ્વારા કાર્યવાહી ન થતા છેલ્લા ત્રણ વર્ષથી લાભાર્થીઓને મકાન લોન કે મકાન સહાય મળેલ નથી.
આમ, ટંકારા તાલુકાનાં વિકાસ માટે ચર્ચા કરવા ટંકારા ગ્રામસભામાં ટંકારા, તાલુકા પંચાયત પ્રમુખ ભુપતભાઇ ગોધાણી માજી સરપંચ ધર્મન્દ્રભાઇ ત્રીવેદી સહિત ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

- text