મોરબીના હરીપર ઓવરબ્રિજ પાસે ખાડા બુરતું તંત્ર 

- text


મોરબી : હરીપર ઓવરબ્રિજ પાસે રોડ પર પડી ગયેલા ખાડા પૂરવાની કામગીરી આજરોજ હાથ ધરવામાં આવી છે. મહત્વનું છે કે, ગઈકાલે સવારે અહીં ટ્રાફિકજામ થયો હતો અને ઓવરબ્રિજ ચડતી ઉતરતી વખતે વાહનો પસાર થવામાં રોડ પર પડેલા ખાડાઓને કારણે સમય લાગતો હતો. આ બાબતે મોરબીના ટ્રાફિક ઇન્સ્પેક્ટર કે. એમ .છાસિયાની સૂચના મુજબ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારી સાથે ટેલિફોનથી થયેલ ચર્ચા મુજબ આજરોજ અ ખાડાઓ પુરવાની પ્રક્રિયા ચાલુ કરવામાં આવી છે

આ કામગીરી ડી.બી. ઠકકર (પી.એસ.આઇ. ટ્રાફિક), પી.એસ.આઇ. ગઢવી માળીયા પોલીસ સ્ટેશન તથા તેમના સ્ટાફ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ મોરબીની ટીમ દ્વારા કરવામાં આવી છે.

- text

- text