મોરબીમાં અનુપમ સોસાયટીમાં દબાણ હટાવી રોડનું કામ પૂર્ણ કરવા રજૂઆત

- text


મોરબી : મોરબી શહેરની અનુપમ સોસાયટી-2માં હાલમાં સીસી રોડની કામગીરી ચાલી રહી છે ત્યારે ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટની સામેના દબાણો દૂર કર્યા વગર જ રોડ કરી દેવાતા વાહનચાલકો અને રાહદારીઓને મુશ્કેલી પડી રહી હોય તાકીદે આ દબાણ દૂર કરીને રોડનું કામ પૂર્ણ કરવા પાલિકાને રજૂઆત કરવામાં આવી છે.

- text

અનુપમ સોસાયટીના રહેવાસીઓએ મોરબી પાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને જણાવ્યું હતું કે, અનુપમ સોસાયટી-2માં હાલ સીસી રોડ બનાવવાની કામગીરી ચાલી રહી છે. જ્યાં ભાગ્યલક્ષ્મી એપાર્ટમેન્ટની સામેના અમુક ગેરકાયદેસર ઓટાનું દબાણ હોવા છતાં હટાવવામાં આવ્યા નથી. જેના કારણે આશરે 8 થી 10 ફૂટનો રોડ અધુરો રહી જાય છે અને વાહનોની અવરજવર માટે નડતરરૂપ થાય છે. આ રોડ પર અંદાજે 5 થી 6 સોસાયટીના લોકોની અવરજવર છે. આ દબાણો દૂર કરવા અવારનવાર ભાગ્યલક્ષ્મી સોસાયટીના લોકોએ કોન્ટ્રાક્ટરને પણ રજૂઆત કરી છે. કોર્પોરેટરને પણ મૌખિક જાણ કરવામાં આવી છે. તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. તેથી રહીશોએ નગરપાલિકાને લેખિત જાણ કરીને આ અંગે ઝડપથી યોગ્ય કાર્યવાહી કરવા રજૂઆત કરી છે.

- text