Morbi: સિરામિક સિટીમાં મંદીના ડાકલા વચ્ચે પણ રિયલ એસ્ટેટમાં તેજી!

- text


મોરબી જિલ્લામાં એક વર્ષમાં 27138 દસ્તાવેજ નોંધાયા

સૌથી વધુ એપ્રિલ 2023મા 3680 અને માર્ચ 2024મા 2878 દસ્તાવેજ નોંધાયા : સરકારને 17.90 કરોડની આવક

Morbi: સિરામિક સીટી મોરબીમાં મંદીના વાદળો વચ્ચે પણ વર્ષ 2023 – 2024મા વર્ષ દરમિયાન 27138 દસ્તાવેજની નોંધણી થઈ હતી અને સરકારને દસ્તાવેજ નોંધણી બદલ કુલ મળી 17.90 કરોડની આવક થવા પામી હતી.

મોરબી જિલ્લા સબ રજિસ્ટ્રાર કચેરીના સતાવાર આંકડા મુજબ, એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન મોરબી જિલ્લામાં 27138 દસ્તાવેજની નોંધણી થઈ હતી જેમાં સૌથી વધુ દસ્તાવેજ એપ્રિલ 2023મા 3680 દસ્તાવેજની નોંધણી થઈ હતી. મોરબી જિલ્લામાં દસ્તાવેજની નોંધણી બદલ સરકારને 12 કરોડથી વધુની સ્ટેમ્પડ્યુટીની આવક થઈ હતી.

મોરબી જિલ્લામાં દર મહીને સરેરાશ 1800થી 1900 જેટલા દસ્તાવેજની નોંધણી થાય છે જેમાં નવેમ્બર માસમાં સૌથી ઓછા 1724 દસ્તાવેજ નોંધાયા હતા. વર્ષ 2023 – 24મા સરકારને કુલ મળી 17.90 કરોડની આવક થવા પામી હતી.

- text

વર્ષ 2023-24 માં નોંધાયેલ દસ્તાવેજોની વિગત
મહિનો નોધાયેલ દસ્તાવેજ સ્ટેમ્પ ડયુટી આવક નોંધણી ફી આવક
એપ્રિલ-૨૦૨૩ 3680 147601419 23261362
મે-૨૦૨૩ 2567 94553404 16146411
જુન-૨૦૨૩ 1785 73748240 10326930
જુલાઈ-૨૦૨૩ 2131 101240956 14319330
ઓગસ્ટ-૨૦૨૩ 2253 88301093 13775180
સપ્ટે-૨૦૨૩ 1863 92906284 13060355
ઓકટો-૨૦૨૩ 1905 88538052 11547255
નવે-૨૦૨૩ 1724 77738554 11080321
ડીસે-૨૦૨૩ 2044 81495829 11201026
જાન્યુ-૨૦૨૪ 2068 84936561 13887570
ફેબ્રુ-૨૦૨૪ 2240 86836643 13577650
માર્ચ-૨૦૨૪ 2878 183470112 26818310
Total 27,138 1,20,13,67,147 17,90,01,700

 

- text