મોરબીમાં ઠેર ઠેર હોલિકા દહન સાથે પ્રદક્ષિણા ફરતા શ્રદ્ધાળુઓ

- text


શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારોમાં પણ હોળીના દર્શન માટે લોકોની ભીડ

મોરબી : આસુરી શક્તિ ઉપર ઈશ્વરીય શક્તિના વિજયના દિવસે એટલે કે ફાગણ સુદ પૂનમના દિવસે ઉજવાતી હોલિકા દહનની પરંપરા અન્વયે આજે રાત્રે મોરબી શહેરના અને તમામ ગ્રામ્ય વિસ્તારોમાં શુભમુહૂર્તમા હોલિકા દહન કરવામાં આવ્યું હતું. શહેર તથા ગ્રામ્યનાં અનેક વિસ્તારમાં પરંપરાગત સૌથી વિશાળ હોળી યોજાતી હોય દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી.

આ વર્ષ ફાગણ સુદ પૂનમનો દિવસ હોય હોલિકા દહનને લઈ અનેક મતમતાંતરો હતા. જો કે, શ્રેષ્ઠ મુહૂર્તમાં હોલિકા દહન કર્યું હતું. મોરબી શહેરના વિવિધ વિસ્તારોમા વિશાળ હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. સાથે જ મોરબીના સામાકાંઠા વિસ્તારમાં આવેલ સો ઓરડી ખાતે પણ 100 વર્ષથી યોજાતી હોલિકાનું પરંપરાગત રીતે દહન કરવામાં આવતા શ્રધ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને પ્રદક્ષિણા કરી હતી. સાથે જ નવ પરણિત યુગલો અને નવા જન્મેલા બાળકોને પણ હોલિકાની પ્રદક્ષિણા કરાવવામાં આવી હતી. આ સાથે મોરબી જિલ્લાના તમામ શેહરો અને અને ખાસ દરેક ગ્રામ્ય વિસ્તારમાં પરંપરાગત રીતે હોળી પ્રગટાવી લોકોએ આસ્થાભેર ઉજવણી કરી હતી.

ઉલ્લેખનિય છે કે, આ વર્ષે હોળિકા દહનના દિવસે ચાર શુભ યોગો રચાયા હતા. જેમાં સિદ્ધિ યોગ, રવિ યોગ, ગંડ યોગ અને બુધાદિત્યનો સંયોગ સામેલ છે. દિવસ દરમિયાન વૃધ્ધિ યોગ, બુધાદિત્ય યોગ, વશી યોગ અને સનફળ યોગ બનવાથી દિવસ ખૂબ જ શુભ રહેવાની સાથે આ શુભ યોગોમાં હોળિકા દહન અને હોળી થવાના કારણે દેશમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિની આશા જ્યોતિષચાર્યોએ વ્યક્ત કરી હતી.

- text

- text