હોળી-ધુળેટીએ મોરબી જિલ્લામાં અકસ્માતો વધવાની શક્યતા દર્શાવતી 108

- text


પ્રેમ અને રંગોનો તહેવારમાં સાવચેત રહેવા 108 ઇમરજન્સી સેવાની અપીલ, તમામ જિલ્લાના અકસ્માતના આંકડા સાથે ઇમરજન્સીની આગાહી કરી

મોરબી : હોળી ધુળેટીના પર્વને ઉજવવા લોકોમા ખૂબ ઉત્સુકતા જોવા મળી રહ્યો છે. આ બે દિવસ તહેવાર ઉત્સાહથી ઉજવવાની સાથે સાવચેત રહેવું પણ એટલું જ જરૂરી છે. ખાસ કરીને ધુળેટીના દિવસે લોકો કેમિકલ વાળા રંગોની સાથે ઉત્સાહની દોડાદોડીમાં અકસ્માત થવાની સંભાવના વધી જતી હોવાથી 108 ઈમરજન્સી સેવાએ લોકોને સાવચેત રહેવા અનુરોધ કર્યો છે. મોરબી જિલ્લામાં સામાન્ય દિવસોમાં 51 જેટલા કેસો નોંધાતા હોય છે જ્યારે આ વર્ષે હોળીના દિવસે 61 કેસ અને ધૂળેટીના દિવસે 87 કેસ નોંધાવાની શક્યતા વ્યક્ત કરી છે.

ઇમરજન્સી સેવા 108ના સીઈઓ જશવંત પ્રજાપતિના જણાવ્યા મુજબ છેલ્લા ત્રણ-ચાર વર્ષના તહેવારોની ઈમરજન્સી કેસની સંખ્યા વગેરેના વિશ્લેષણ બાદ આ વર્ષે હોળીના તહેવારમાં મીની વેકેશનને કારણે લોકોની અવરજવર વધશે. તેથી રોડ ટ્રાફિક અકસ્માતના કેસો વધશે અને અન્ય ઇજાના કેસો જેમ કે પડી જવા, શારીરિક હુમલાના કેસમાં પણ વધારો થવાની શક્યતા દર્શાવી છે. સાથે જ હોળીના તહેવાર દરમ્યાન અનુમાનિત કેસોના વધારાને પહોંચી વળવા તથા નાગરિકો હોળીનો તહેવાર ખુશીથી સલામતી પૂર્વક ઉજવી શકે તે માટે 108 એમ્બ્યુલન્સ સેવાએ આગોતરું આયોજન કર્યું છે.

આંકડાકીય વિગતો આપતા તેઓ જણાવે છે કે, સામાન્ય દિવસોમાં મોરબીમાં દરરોજ 51 જેટલા કેસ આવતા હોય છે પરંતુ આ વર્ષે હોળીના દિવસે 61 અને ધુળેટીના દિવસે 87 જેટલા કેસ આવવાનું અનુમાન કરી ઇમરજન્સી કેસમાં સરેરાશ 19 ટકાથી લઈ 70 ટકા સુધી વધારો થવાની શક્યતા દર્શાવી છે, તહેવારોની ઉજવણીના ઉન્માદમાં લોકો પડવા આખડવા તેમજ વાહન અકસ્માતોની સંખ્યામાં વધારો થવાની સાથે પડી જવાની ઘટનાઓ તેમજ શારીરિક હુમલાઓની ઘટનાઓમાં હુમલા વધવાની શક્યતાઓ વ્યક્ત કરી હતી.

- text


હોળી-ધુળેટીના તહેવારોમાં શું કરવુ
સનગ્લાસ તમારી આંખોને રંગોના હાનિકારક રસાયણોથી સુરક્ષિત રાખવામાં મદદ કરે છે.
કોઈપણ કટોકટીના કિસ્સામાં 108 પર કૉલ કરો. (મેડિકલ / પોલીસ / ફાયર).
સ્વચ્છ પાણી અને સારા રંગોનો ઉપયોગ કરો.
હોળી રમતી વખતે બાળકોની દેખરેખ રાખો.
હોળી રમતી વખતે આંખો અને હોઠને ચુસ્તપણે બંધ રાખીએ. જેથી રંગો આંખો કે મો માં ના જાય.
હોળી દરમિયાન વાહન ચલાવતી વખતે સાવચેત અને સલામત રહો,
ગુબ્બારા કે રંગો ના અનિશ્ચિત હુમલાથી પોતાને બચાવો, હેલ્મેટ પહેરો.
મુસાફરી કરતી વખતે, તમારી પાસે AC કાર ન હોય તો પણ કારની બારીઓ સારી રીતે બંધ રાખો.
જો તમે શેરીઓમાં નીકળો તો ટોળા ના ઉન્માદિત જૂથ સાથે રહેશો નહીં. બહેતર છે કે તમે સુરક્ષિત અંતરે રહો.
===================
હોળી-ધુળેટીના તહેવારોમાંશું ના કરવું જોઈએ
અસ્વચ્છ પાણીવાળા સ્ટોલમાંથી ખોરાક/મીઠાઈ ન ખાવી
ચહેરા/આંખો/કાન તરફ નિર્દેશિત પાણી/ફૂગ્ગા ફેંકશો નહીં
તમારા બાળકોને ઈંડા, કાદવ કે ગટરના પાણીથી હોળી રમવાથી દૂર રાખો.
ઉજવણીની આવી અશુદ્ધ રીતો તરફ ક્યારેય આંખ આડા કાન ન કરો.
ભાંગ પીધા પછી વાહન ચલાવવું નહીં
હોળીના દિવસે બહાર એકલા નીકળવું ટાળવું. કારણકે અસમાજિક તત્વો દ્વારા પજવણી થઈ શકે છે.
હોળી અંગત મિત્રો અને પરિવારજનોએ સાથે માણો અને અજાણ્યા લોકો સાથે ઉજવણી ટાળવી.
ભીનાશ વાળી અને લપસણી જગ્યા એ ચાલવાનું ટાળવું
ભીના હાથે વિધ્યુત ઉપકરણોનો ઉપયોગ કરવાનું ટાળવું

- text