જ્યારે કાશ્મીર પોલીસે બસ રોકતા મોરબીનાં અનિલ ખારેચા રસ્તા પર બેસી ગયા અને..

- text


કાશ્મીરમાં પોલીસે ખોટી રીતે પ્રવાસીઓની બસ રોકતા અનિલ ખારેચા સહિતનાં પ્રવાસીઓ રસ્તા પર બેસી ગયા 

Morbi: મોરબીનાં રહેવાસી અનિલ ખારેચાએ કાશ્મીરમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરી સ્થાનિક પોલીસ સામે જંગ છેડ્યો હતો અને તેમની આ લડતમાં તેમને સફળતા મળી હતી.

હકીકત એમ છે કે, અનિલ ખારેચા અને અન્ય પ્રવાસીઓ કાશ્મીર પ્રવાસે ગયા હતા. અમદાવાદથી નીકળેલી કાશ્મીર ટુરની તેમની બસ પહેલગાંવથી કટરા જતી હતી. આ સમયે ટનલ પહેલા ફરજ પરના અધિકારીએ બસ તેમની અટકાવી અને એવું જણાવ્યું કે, નિયમ અનુસાર હેવી વાહન અત્યારે નહીં જઇ શકશે નહીં અને સવાર સુધી બસ નહીં જવા દેવાય તેમ જણાવ્યું હતું.

સ્થાનિક પોલીસની આ વાતથી પેસેન્જરોએ તેમને કહ્યું કે કાલે સવારે બધા પેસેન્સરની ફ્લાઈટની અને ટ્રેનની ટિકિટ છે. આથી જો તમે ૧4 કલાક રોકી રાખવામાં આવશે તો તેમને ખૂબ તકલીફ પડશે અને તેમનો પ્રવાસ ખોરવાઇ જશે.

પ્રવાસીઓએ પોલીસને એમ પણ જણાવ્યું કે, તેમની પાસે તમામ જરૂરી ડોક્યુમેન્ટ્સ છે અને નિયમ પાલન કરવા માટે તૈયાર છે. જો કે, આ દરમિયાન પ્રવાસીઓએ જોયુ તો, અન્ય હેવી વાહન, બસો ત્યાંથી પસાર થઈ રહ્યા હતા.

સ્થાનિક પોલીસની આ બેધારી નીતિથી પ્રવાસીઓ ગુસ્સે ભરાયાં અને ટુર મેનેજરે ઉગ્ર રજૂઆત કરી કે બીજા વાહનોને કેમ જવા દો છો? ત્યારે અધિકારીએ કહ્યું કે, તમને આટલે સુધી આવવા જ કેમ દિધા? બીજે પણ પૈસા આપ્યા હશેને ? જાવ તેને જ બોલાવો.

પ્રવાસીઓને એમ લાગ્યુ કે, પોલીસ પૈસા લેવા માટે તેમની બસને રોકે છે અને બીજા વાહનોને જવા દે છે.

પેસેન્જરોનો એવો આક્ષેપ છે કે, સ્થાનિક પોલીસ બીજા વાહનોને જવા દેતા હતા અને તેમની જ બસ રોકી રાખી હતી અને મહિલાઓની હાજરીમાં ટૂર મેનેજર સાથે ઉદ્ધત વર્તન કર્યુ.

આ તંગદિલી ભર્યા વાતાવરણમાં મોરબીનાં અનિલ ખારેચાએ કહ્યું કે, તમે ટુર મેનેજરને ગાળ આપી જ ના શકો. અનિલ ખારેચા અને અન્ય પ્રવાસીનાં જણાવ્યા અનુસાર સ્થાનિક પોલીસે જીદે ચડ્યા હતા કે, તમારી બસને અમે જવા નહીં દઇએ. આ સમયે અનિલ ખારેચા નક્કી કર્યું કે, હવે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન સિવાય છૂટકો નથી અને ત્યાં જ બધા પેસેન્જરો રોડ પર બેસી ગયા અને ભારત માતા કી જયનાં નારા બોલાવી આંદોલનની શરૂઆત કરી. એક સાથે બધા લોકો રસ્તા પર બેસી જતા ટ્રાફિક જામ સર્જાયો અને ભ્રષ્ટાચાર દુર કરોનાં નારા લગાવ્યા. સ્થિતિનો તાગ મેળવી પોલીસ નરમ પડી. આર્મીનાં જવાનો પણ ત્યાં આવી પહોંચ્યા. અંતે પ્રવાસી બને જવા દેવામાં આવી અને બસને આગળ જવા દીધી.

- text

- text