100 ટકા ગેરેન્ટી સાથે ઓર્ગેનિક વસ્તુઓ હવે ઘરઆંગણે : એન્ટિક આયુર્વેદા સ્ટોરનો પ્રારંભ


માણસ સવારે ઉઠે ત્યારથી રાત્રે સુવે ત્યાં સુધી વપરાશમા લેવાતી બધી વસ્તુઓ એકદમ નેચરલ રીતે બનાવેલી મળશે : અહીંની દરેક પ્રોડક્ટ ‘તમારો આહાર જ તમારી દવા’ની ઉક્તિને કરે છે સાર્થક

લોટ અને મસાલા નેચરલ પથ્થરની ચક્કીનો ઉપયોગ કરીને તેમજ ગરમ ન થાય એ રીતે બનાવાય છે : લેબ ટેસ્ટિંગ સાથે ખાતરીપૂર્વક તમામ વસ્તુઓ તેના મૂળભૂત ગુણધર્મ જળવાય રહે તે રીતે વેચાય છે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દુનિયાનો એક માત્ર ઓર્ગેનિક સ્ટોર જયાં બધુ જ 100 ટકા ગેરેન્ટી સાથે ઓર્ગેનિક તો મળે જ છે. તેમજ ઓર્ગેનિકની સાથે રોજિંદા જીવનની વસ્તુનો ઉપયોગ આયુર્વેદની મદદથી કેમ કરવો એ માર્ગદર્શન પણ મળે છે. જેથી સાચા અર્થ મા “તમારો આહાર જ તમારી દવા”એ વાક્ય પુરવાર થઈ શકે. હવે મજાની વાત તો એ છે કે આ સ્ટોર મોરબીના આંગણે જ કાર્યરત છે.

મોરબીમાં કાર્યરત એન્ટિક આયુર્વેદામાં માણસ સવારે ઉઠે ત્યારથી રાત્રે સુવે ત્યાં સુધી વપરાશમા લેવાતી બધી વસ્તુઓ કેમિકલ ફ્રી અને નેચરલ તેમજ પ્રાચીન આયુર્વેદિક પદ્ધતિથી અસરકારક પરીણામ સાથે મળી રહે છે. અહીં બધી વસ્તુ આયુર્વેદમાં દર્શાવેલ પ્રાચીન પદ્ધતિથી કરવામાં આવે છે. જેમકે લોટ અને મસાલા નેચરલ પથ્થરની ચક્કીનો ઉપયોગ કરીને તેમજ ગરમ ન થાય એ રીતે બનાવવામાં આવે છે. તેમજ તેલ પણ ગરમ ન થાય એ રીતે કોલ્ડ પ્રેસ પદ્ધતિથી કાઢવામાં આવે છે. બધી પ્રોસેસ સ્ટોરની પોતાની હોવાથી લાઈવ પણ જોવા મળશે.

અમે પોતાની ટેસ્ટિંગ લેબોરેટરી પણ ધરાવીએ છીએ.ખેડૂત પાસેથી આવતી વસ્તુઓનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવામાં આવે છે તેમજ થર્ડ પાર્ટી ટેસ્ટિંગ પણ કરાવામાં આવે છે. જેથી ગ્રાહકો ને સાચા અર્થમાં ઓર્ગેનિક અને નેચરલ પ્રોડક્ટ મળી શકે. અમારા સ્ટોર પર ઓર્ગેનિક તેલ, અનાજ, ફળો, શાકભાજી, મસાલા અને ઘરગથ્થુ વપરાશની વિશાળ શ્રેણી મળી રહેશે જે હાનિકારક રસાયણો અને જંતુનાશકોથી મુક્ત છે.

ઉપરાંત હજુ ટૂંક સમયમાં Herbal Bath Powder,Herbal Hair wash,Herbal Hair oil,Kajal,Body lotion,Tooth Powder,Natural Hair Color સહિતની બીજી બધી રસાયણ મુક્ત અને નેચરલ પ્રોડક્ટ પણ ઉપલબ્ધ થશે.

સાથે હાલની સમસ્યા ગણી શકાય કે પ્લાસ્ટિકના વપરાશના લીધે પર્યાવરણને નુકસાન થાય છે તેમજ માઇક્રો પ્લાસ્ટિક ખોરાક તેમજ પાણીમાં ભળે છે જે નુકશાન કારક છે. તેને ધ્યાનમાં રાખીને અમે બધા પેકિંગ ઓપ્શનસ ઇકો ફ્રેન્ડલી રાખેલા છે. અને ઇકો ફ્રેન્ડલી વસ્તુઓ પણ સ્ટોર માંથી તમે ખરીદી કરી શકો છો.


એકવાર સ્ટોરની મુલાકાત અવશ્ય લ્યો
મોરબીમાં હોમ ડિલિવરી કરી અપાશે


એડ્રેસ: સિટી મોલ,
શનાળા બાયપાસ,મોરબી
વધુ માહિતી માટે
7490094600
ઓર્ડર માટે
6357213510