Morbi : એમ.પી.પટેલ બી.એડ કોલેજ સેમ-1ના પરિણામમાં જિલ્લામાં પ્રથમ 

- text


મોરબી : એમ.પી.પટેલ બી.એડ કોલેજ જોધપર (નદી)એ આ વર્ષે પણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી NEP -2020 અંતર્ગત B.Ed sem 1 (2YR) Newના પરિણામમાં મોરબી જિલ્લામાં પ્રથમ સ્થાન મેળવ્યું છે.

ઇ.સ. 2005માં સંસ્થાએ નક્કી કરેલ ઉદ્દેશ્ય “જ્ઞાનાર્થે પ્રવેશ સેવાર્થે પ્રસ્થાન”ને સિદ્ધ કરતી અને છેલ્લા 19 વર્ષથી મોરબી જિલ્લાને શ્રેષ્ઠ શિક્ષકો પૂરા પાડતી કડવા પાટીદાર વિદ્યાર્થી ભુવન ટ્રસ્ટ સંચાલિત પૂર્વ સેવાકાલીન તાલીમ આપતી એક માત્ર સંસ્થા એમ.પી.પટેલ બી.એડ કોલેજ જોધપર (નદી) છે.

પ્રમુખ જયંતીભાઈ જે. પટેલ, ટ્રસ્ટી રજનીભાઇ અઘરાનો સહકાર અને માર્ગદર્શન, પ્રિન્સિપાલ અને સ્ટાફની મહેનતને પરિણામે આ સિદ્ધિ હાંસલ થઈ છે.કોલેજના છાત્ર દેત્રોજા ધ્વનિકે 96.32 ટકા સાથે જિલ્લામાં પ્રથમ નંબર મેળવ્યો છે. આ સાથે બારૈયા સાધનાએ 96 ટકા, રંગપરિયા ઉર્વીએ 95.84 ટકા, ઓગણજા બંસીએ 95.20 ટકા અને દલસાણીયા રાકેશે 94.88 ટકા મેળવ્યા છે. તેમ યાદીમાં જણાવાયું છે.

- text

- text