મોરબીની આર્ટ્સ કોલેજમાં NSS અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

- text


મોરબી : આજ રોજ તા.18 માર્ચે મોરબીની યુ.એન. મહેતા આર્ટ્સ કોલેજમાં NSS એકમ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં NSSના સ્વયંસેવકોએ વાદ્યો સાથે સમૂહ ગીતો રજૂ કર્યા હતા. આ ઉપરાંત સોલો ગીતો પણ રજૂ કરવામાં આવ્યા હતા.

વર્ષના આ અંતિમ કાર્યક્રમમાં એનએસએસના સ્વયંસેવકો દ્વારા વર્ષ દરમિયાન થયેલી પ્રવૃત્તિના અનુભવો રજુ કરવામાં આવ્યા હતા. 10 સ્વયંસેવકોએ પોતાના પ્રતિભાવો રજૂ કરી NSS પ્રવૃત્તિ જીવન ઘડતરમાં અને નેતૃત્વ કેળવવામાં કેવી રીતે ઉપયોગી થઈ શકી છે તે જણાવ્યું હતું. ખાસ કરીને પરેડ, સાંસ્કૃતિક કાર્યક્રમો જેમાં મુખ્ય ગાયન અને વાદ્ય, સ્વચ્છતા, વકૃત્વ તથા અન્ય વ્યક્તિત્વ વિકાસની કલાઓ, સમૂહજીવન વગેરેમાં NSSમાં જોડાવાથી ખાસ લાભો પ્રાપ્ત થયા છે તેવો અભિપ્રાય તેમણે આપ્યો હતો.

પ્રોગ્રામ ઓફિસર રામ વારોતરીયા દ્વારા NSS પ્રવૃત્તિ દ્વારા આપણે સમાજને કઈ રીતે ઉપયોગી થઇ શકીએ તેમજ વ્યક્તિત્વનો વધુને વધુ હકારાત્મક વિકાસ કઈ રીતે કરી શકીએ તે અંગે વિવિધ ઉદાહરણો દ્વારા સ્વયંસેવકોને જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં NSSમાં બીજું વર્ષ પૂર્ણ કરતા સ્વયંસેવકોને તેની કામગીરી સંદર્ભે ધન્યવાદ પ્રગટ કરી વિદાય આપવામાં આવી હતી.કાર્યક્રમ પૂર્ણ થયે તાવા ચાપડીનું ભોજન સૌએ સાથે લીધું હતું. આ ભોજનની વ્યવસ્થા પણ NSSના સ્વયંસેવક ભાઈઓ દ્વારા તૈયાર કરાઈ હતી. પ્રોગ્રામ ઓફિસર દ્વારા NSSના પરિણામ લક્ષી કાર્યો માટે સ્વયંસેવકોની નિષ્ઠા અને ખંતપૂર્વકની કામગીરીને બિરદાવવામાં આવી હતી.

- text


મોરબી અપડેટના વિડિઓ ન્યુઝ અને સ્પેશિયલ માહિતીપ્રદ વિડિઓ સ્ટોરી જુઓ Morbi Updateની યૂટ્યૂબ ચેનલ પર..

આપના મોબાઈલમાં યૂટ્યૂબની એપ્લીકેશન ઓપન કરી તેમાં Morbi Update સર્ચ કરી અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરીને બેલ આઈકન પર ક્લીક કરવા વિનંતી..

- text