જૂની પેન્શન યોજના માટે મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા ડિજિટલ આંદોલન શરૂ

- text


મોરબી : જુની પેન્શન યોજનાને લઈને શૈક્ષિક મહાસંઘ દ્વારા છેલ્લા ઘણા સમયથી આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. અનેક આંદોલન છતાં જૂની પેન્શન યોજના માટેનો ઠરાવ ન થતાં હવે મોરબી શૈક્ષિક મહાસંઘ દ્વારા ડિજિટલ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે અને સેલ્ફી આંદોલન શરૂ કર્યું છે.

- text

ગાંધીનગર ખાતે યોજાયેલી મહા પંચાયતમાં સરકારે ખાતરી આપ્યા બાદ પણ જૂની પેન્શન યોજના માટેનો ઠરાવ ન થતાં કર્મચારીઓ હવે ડિજિટલ આંદોલનના માર્ગે વળ્યો છે. અગાઉ માસ સીએલ, પેન ડાઉન ચોક ડાઉન શટ ડાઉન, ધરણા, ધારાસભ્યો, સાંસદ સભ્યો, રાજકીય આગેવાનોને લેખિત રજૂઆત, રેલીઓ, પ્રતીક ઉપવાસ, પદયાત્રા, મહાપંચાયત, કામગીરીનો બહિષ્કાર, મુખ્યમંત્રીને રૂબરૂ રજૂઆત, મહામતદાન સહિતના રસ્તાઓ મારફતે શિક્ષકોએ આંદોલનો કરી રજૂઆતો કરી છે. પરંતુ તેમ છતાં કોઈ નિવેડો ન આવતા થાકેલા કર્મચારીઓએ ડિજિટલ આંદોલન શરૂ કર્યું છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે સોશિયલ મીડિયા દ્વારા સેલ્ફી આંદોલન જાહેર કર્યું છે. આ બધી હજારોની સંખ્યામાં સેલ્ફીઓ એકત્ર કરી મુખ્યમંત્રીના કાર્યાલયમાં જમા કરાવવામાં આવશે.

- text