મોરબીના વજેપરમા ગેસનો બાટલો લીક થતા આગ, આખો માળ ભસ્મીભૂત

- text


મોરબી : મોરબીના વજેપરમાં આજે સવારે ત્રણ માળના મકાનમાં ગેસનો બાટલો લીક થતા એક માળ બળીને ખાખ થઈ ગયો હતો. સદભાગ્યે આ મકાનમાં ત્રણ બાટલા ભરેલા પડયા હોય ફાયર ટીમે બાટલા બહાર કાઢી લઈ મોટી દુર્ઘટના થતી અટકાવી હતી.

- text

મોરબીના જેલચોકથી આગળ રબારીવાસ નજીક વજેપર શેરી નંબર 16માં પરમાર અક્ષયભાઈ હરિલાલના મકાનમાં ગેસ સિલિન્ડર લીક હોવાના કારણે આગ લાગતા ત્રણ માળના બિલ્ડીંગમાં નીચેનો માળ બળીને ખાખ થઇ ગયો હતો. ઘટનામાં ગેસના બાટલા ફાટે નહિ તેની કાળજી રાખી ફાયર ટીમે જલ્દીથી ગેસની અન્ય 2 બોટલ બહાર કાઢેલ કોઈ જાનહાની ન થાય તેની કાળજી રાખી હતી.

- text