મોરબી પાલિકામાં કાયમી ચીફ ઓફિસર તરીકે નિમણૂક આપવા રજૂઆત

- text


મોરબી : મોરબીના સામાજિક કાર્યકર વિવેકભાઈ મીરાણીએ મોરબી જિલ્લા કલેકટરને લેખિત પત્ર લખીને હાલ મોરબી નગરપાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકે ફરજ બજાવતા સુશીલ પરમારને કાયમી ચીફ ઓફિસરની નિમણૂક આપવા રજૂઆત કરી છે.

રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર હાલ મોરબી નગરપાલિકામાં ઇન્ચાર્જ ચીફ ઓફિસર તરીકેની ફરજ બજાવી રહ્યા છે. જો તેઓને કાયમી ચીફ ઓફિસર તરીકે નિમણૂક આપવામાં આવે તો મોરબી નગરપાલિકાના પડતર કામો ઝડપથી પૂર્ણ થઈ શકે તેમ છે. સાથે જ પ્રાંત મોરબીની કચેરીમાં અન્ય અધિકારી મૂકવામાં આવે અથવા તો ચાર્જ આપવામાં આવે અને સુશીલ પરમારને મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર તરીકે નિમણુક અપાય તો ઘણા પ્રશ્નોનો નિકાલ થઈ શકે તેમ છે. લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈ આ જગ્યા કાયમી પણે ભરવી જરૂરી હોય તેઓને ચીફ ઓફિસર તરીકે કાયમી નિમણૂક આપવામાં આવે તેવી રજૂઆત કરાઈ છે.

- text

- text