લાંચ કેસમાં પકડાયેલ હળવદના અધિક મદદનીશ ઈજનેર અને તરઘરીના સરપંચ પતિની જામીન અરજી રિજેક્ટ

- text


મોરબી ડિસ્ટ્રીકટ સેસન્સ કોર્ટ દ્વારા સરકારી વકીલની ધારદાર દલીલો બાદ જામીન અરજી ફગાવી

મોરબી : મોરબી જિલ્લાના હળવદ ખાતે માર્ગ અને મકાન વિભાગમાં ફરજ બજાવતા અધિક મદદનીશ ઈજનેરે રોડના કામના બિલ મંજુર કરવા માટે લાંચ માંગવાની સાથે માળીયા તાલુકાના તરઘરી ગામના મહિલા સરપંચના પતિએ બાવળ કાપવા અંગે લાંચ માંગતા એસીબીના છટકામાં ઝડપાઇ ગયા બાદ જામીન ઉપર છૂટવા અરજી કરતા નામદાર મોરબી ડિસ્ટ્રીકટ કોર્ટે સરકારી વકીલની ધરધાર દલીલો ધ્યાને લઇ બન્ને આરોપીઓની જામીન અરજી ફગાવી દીધી હતી.

- text

બન્ને કેસની ટૂંક વિગત જોઈએ તો હળવદ માર્ગ અને મકાન વિભાગ કચેરીના મદદનીશ અધિક ઈજનેર ઉમંગ પ્રવીણભાઈ ચૌધરીએ રોડના કામમાં બિલ મંજુર કરવા અઢી લાખની લાંચ માંગવાના કેસમાં એસીબીએ ધરપકડ કરી જેલ હવાલે કરવાની સાથે માળીયા તાલુકાના તરઘરી ગામના મહિલા સરપંચના પતિ મુકેશભાઈ હમીરબાઈ પરમારે બાવળ કાપવાની મંજૂરી માટે લાંચ માંગતા એસીબીએ ધરપકડ કરી જેલ હવાલે કરતા બન્ને આરોપીઓએ જામીન ઉપર છૂટવા જામીન અરજી કરતા સરકારી વકીલ વિજયભાઈ જાનીની ધારદાર દલીલો બાદ નામદાર ડિસ્ટ્રીક કોર્ટ દ્વારા બન્ને આરોપીઓની જામીન અરજી ફગાવી દેતા બન્નેનો જેલવાસ લંબાયો છે.

- text