વાંકાનેરના તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને મેડિકલ સાધન સામગ્રી ફાળવાઈ

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને એસ.બી.આઈ.સી.એસ.આર. એક્ટિવિટી હેઠળ મેડિક સાધન સામગ્રીની ફાળવણી કરવામાં આવી હતી.

તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ડિલિવરી ટેબલ નંગ-1, વોર્મર મશીન નંગ-1 તથા હોસ્પિટલ બેડ નંગ–4ની જરૂરિયાત હતી તે સંદર્ભે એસ.બી.આઇ સી.એસ.આર. એકિટવીટી અંતર્ગત આજ રોજ તારીખ 2 માર્ચ ને શનિવારના રોજ તેમના એડમિન ઓફિસ રાજકોટ દ્વારા આ તમામ સાધન તીથવા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભેટ સ્વરૂપે અપાયા હતા. આ તકે એસ.બી.આઇ સી.એસ.આર. એકિટવીટી ઓફિસરનું ડો. રિદ્ધિ મંગે (ઇન્ચાર્જ મેડિકલ ઓફિસર) તથા આર.બી.એસ.કે. ડો. રવીરાજ મકવાણા, ડો.મહેજબીન વકાલીયા દ્વારા અભિવાદન કરાયું હતું. એસ.બી.આઇ સી.એસ.આર. હેડ ઓફિસર દ્વારા ડિલિવરીને લગતા તમામ સાધન સામગ્રીનો બહોળો ઉપયોગ થાય તેવી સુચના આપી હતી.

- text

- text