મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં બોર્ડની પ્રિ-એક્ઝામ યોજાઈ 

- text


મોરબી : ગત તારીખ 25 ફેબ્રુઆરી ને રવિવારના રોજ મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ-એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પરીક્ષામાં બહોળી સંખ્યામાં વિદ્યાર્થીઓ ઉત્સાહભેર રીતે પરીક્ષા આપી હતી.

માર્ચ મહિનામાં આવી રહેલી બોર્ડની પરીક્ષા પૂર્વે વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષાનો અનુભવ કેળવાય તથા વિદ્યાર્થીઓમાં રહેલો બોર્ડની ૫રીક્ષાનો ડર દુર થાય તે હેતુથી ગીતંજલી વિદ્યાલયમાં પ્રિ-એક્ઝામનું અયોજન કરાયું હતું. આ પ્રિ-એક્ઝામમાં બોર્ડની પરીક્ષા સમયે બેઠક વ્યવસ્થાથી લઇ પેપર લખવા સુઘી ઘણી બધી મુશકેલીઓ ૫ડતી હોય છે તે દુર કરવી, પેપરમાં જે વિગતો પુરવાની હોય તેવી તમામ માહિતી આપી બાળકોમાં રહેલ પરીક્ષાનો હાઉ દુર કરવાના પ્રયત્નો કરવામાં આવ્યો હતો.

- text

- text