સ્કાય મોલમાં 18મીથી બે દિવસનું ગહેના એક્ઝિબિશન : એકથી એક ચડિયાતા આભૂષણોનો ખજાનો

 

ચાર પ્રખ્યાત જવેલર્સ ગિરિરાજ જવેલર્સ, સી.મનસુખલાલ, બાલાજી જવેલર્સ અને MJR જવેલર્સનું અફલાતૂન કલેક્શન ઘરઆંગણે જ ઉપલબ્ધ : એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટનું અદભુત કલેક્શન સૌના મન મોહી લેશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના આંગણે ફરી એક વખત ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું તા.18થી બે દિવસ માટે ધમાકેદાર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અદભુત જવેલરીનું એક્સક્લુઝીવ કલેક્શન સૌના મન મોહી લેવાનું છે. તો ઘરઆંગણે આવેલ આ લ્હાવો ચૂકશો નહિ.

મોરબીના સ્કાય મોલમાં તા. 18અને 19 ફેબ્રુઆરી એમ બે દિવસ ગહેના લકઝરી પ્રીમિયમ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાર પ્રખ્યાત જવેલર્સ ગિરિરાજ જવેલર્સ, સી.મનસુખલાલ, બાલાજી જવેલર્સ અને MJR જવેલર્સનું અફલાતૂન કલેક્શન ઘરઆંગણે જ ઉપલબ્ધ બનશે. આ એક્ઝિબિશનમાં એન્ટિક, ગોલ્ડ, મોન્ઝોનાઇટનું અદભુત કલેક્શન સૌના મન મોહી લેશે.

ઉલ્લેખનીય છે કે આ જાજરમાન એક્ઝિબિશનનું આયોજન મુંબઈની ખ્યાતનામ દ્રષ્ટિ ઇવેન્ટ્સ એન્ડ પ્રમોશનલ પ્રા.લી. દ્વારા કરવામાં આવ્યું છે. ઓર્ગેનાઇઝર ધર્મેશ ખેરગાવકરના નેજા હેઠળ આ કંપનીએ છેલ્લા 10 વર્ષમાં 300થી વધુ એક્ઝિબિશનનું સફળ આયોજન કર્યું છે. આ પ્રકારનું એક્ઝિબિશન મોરબીમાં 15મી વખત યોજાવા જઇ રહ્યું છે તો અવશ્યપણે આ એક્ઝિબિશનનો લ્હાવો લેવા પધારો અને જવેલરીનું શોપિંગ કરો. વધુ વિગત માટે મો.નં.9892398360 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે.

ગિરિરાજ જવેલર્સ

ગિરિરાજ જવેલર્સ પ્રથમ વખત પોતાનું કલેક્શન લઈને મોરબીમાં આવી રહ્યું છે. તેના દ્વારા બ્રાઇડલ કલેક્શન અને બીજા અનેક ગોલ્ડ અને ડાયમંડ જવેલરીના કલેક્શન અહીં એક્ઝિબિશનમાં મુકવામાં આવશે. તેઓનું અદભુત કલેક્શન સૌના મન મોહી લેવાનું છે.

સી.મનસુખલાલ

સુરતના સી.મનસુખલાલ જવેલર્સ દ્વારા અહીં એન્ટિક, ડાયમંડ, પોલકી, મોન્ઝોનાઇટ સહિતના કલેક્શન મુકવામાં આવશે. ઉપરાંત સવારે 10:30થી રાત્રે 10:30 સુધી શોપિંગ ઉપર અહીં રૂ.1 લાખના લક્કી ડ્રોની ઓફર પણ મુકવામાં આવી છે.

બાલાજી જવેલર્સ

બાલાજી જવેલર્સ દ્વારા અહીં ડીસ્પ્લેમાં ગોલ્ડ જવેલરીની વિશાળ વેરાયટી મુકવામાં આવશે. તેઓ દ્વારા અહીં વેડિંગ કલેક્શન અને મોન્ઝોનાઈટ જવેલરીની એક્સક્લુઝીવ કલેક્શન મુકવામાં આવશે.

MJR જવેલર્સ

રાજકોટના MJR જવેલર્સ દ્વારા વેડિંગ કલેક્શન, એન્ટિક જવેલરી, ડાયમંડ જવેલરી, પોલકી જવેલરીની લેટેસ્ટ ડિઝાઇનનું સૌના મન મોહી લ્યે તેવું કલેક્શન મુકવામાં આવનાર છે. તેઓ દ્વારા આકર્ષક ઓફર્સ પણ મુકવામાં આવી છે.

તા.18 અને 19 ફેબ્રુઆરી
સમય : 10:30 થી 10:30
સ્થળ : સ્કાય મોલ, મોરબી