15 ફેબ્રુઆરીનો ઇતિહાસ : જાણો, મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને અવસાન વિશે…

- text


મોરબી : ખ્રિસ્તી કેલેન્ડર મુજબ આજે તા. 15 ફેબ્રુઆરી, 2024 છે. ગુજરાતી પંચાંગ પ્રમાણે આજે વિક્રમ સંવંત 2080, માસ મહા, તિથિ છઠ્ઠ, વાર ગુરુ છે. ત્યારે જાણો ઇતિહાસની તવારીખમાં બનેલી આજના દિવસની મહત્વપૂર્ણ ઘટનાઓ, પ્રખ્યાત વ્યક્તિઓનો જન્મદિવસ અને અવસાન વિશે…

મહત્વપૂર્ણ ઘટનાઓ

1564 – મહાન ખગોળશાસ્ત્રી ગેલિલિયોનો જન્મ થયો.

1677 – ઇંગ્લેન્ડના રાજા ચાર્લ્સ દ્રિતીય એ ફ્રાન્સની વિરુદ્ધમાં ડચ સાથે જોડાણ કર્યું.

1763 – પ્રસિયા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે શાંતિ કરાર પર હસ્તાક્ષર થયા.

1764 – અમેરિકામાં સેન્ટ લૂઈસ શહેરની સ્થાપના થઈ.

1798 – ફ્રાન્સે રોમ પર કબજો કર્યો અને તેને પ્રજાસત્તાક જાહેર કર્યું.

1806 – ફ્રાન્કો,પ્રસિયન સંધિ બાદ પ્રશિયાએ પોતાના બંદરોને બ્રિટિશ જહાજો માટે બંધ કર્યા.

1890 – અમેરિકાના યુદ્ધ જહાજ મેને હવાના બંદર પર વિસ્ફોટથી ઉડાવી દેવામાં આવ્યું.

1906 – બ્રિટનની લેબર પાર્ટીની રચના.

1926 – અમેરિકામાં કોન્ટ્રાક્ટ એર મેઇલ સેવાની શરૂઆત.

1942 – બીજા વિશ્વયુદ્ધમાં સિંગાપોરનું પતન થયુ અને જાપાની સૈન્ય દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ, બ્રિટીશ જનરલ આર્થર પર્સિવલે આત્મસમર્પણ કર્યું. લગભગ 80,000 ભારતીય, બ્રિટિશ અને ઓસ્ટ્રેલિયન સૈનિકો યુદ્ધ કેદી બન્યા.

1944 – સેંકડો બ્રિટિશ વિમાનોએ બર્લિન પર બોમ્બમારો કર્યો.

1961- બેલ્જિયમમાં બોઇંગ 707 એરક્રાફ્ટ ક્રેશ થતાં 73 લોકોનાં મોત થયાં હતાં.

1962 – અમેરિકાએ નેવાડા પરીક્ષણ સ્થળ પર પરમાણુ પરીક્ષણ કર્યું.

1967 – ભારતમાં ચોથી લોકસભા માટે ચૂંટણી યોજાઈ.

1976 – મધ્યપ્રદેશના ભોપાલમાં કેન્દ્રીય કૃષિ સંશોધન સંસ્થાની સ્થાપના કરવામાં આવી.

1970 – ઇઝરાયેલ પાઇપલાઇનનું ઉદ્ઘાટન થયું.

1982 – શ્રીલંકાનીમ પાટનગરને કોલંબોથી જનવર્ધનપુરમાં ખસેડવામાં આવી.

1988 – ઓસ્ટ્રિયાના વડાપ્રધાન કુર્ત બાલ્દીહીમ નાઝી ભૂતકાળના આરોપને ફગાવીને રાજીનામું આપવાનો ઇનકાર કર્યો હતો.

1989 – સોવિયેત સંઘનું છેલ્લું લશ્કરી દળ અફઘાનિસ્તાનથી પાછું.

1991 – ઇરાકે કુવૈતમાંથી પાછા ફરવાની જાહેરાત કરી.

1995 – તાઈવાનમાં નાઈટક્લબમાં લાગેલી આગમાં 67 લોકોના મોત થયા.

1999- પરમાણુ શસ્ત્રો પર પ્રતિબંધ મૂકવાના ઉદ્દેશ્ય સાથે ઇજિપ્તમાં મોનિટરિંગ સેન્ટર સ્થાપવાની જાહેરાત.

2000 – પ્રખ્યાત ફિલ્મ નિર્માતા નિર્દેશક બીઆર ચોપરાને દાદા સાહેબ ફાળકે પુરસ્કાર આપવામાં આવ્યો.

2001 – ઈઝરાયેલમાં હિંસા, અલ સાલ્વાડોરમાં ભૂકંપથી મૃત્યુઆંક 300 પર પહોંચ્યો, ઈઝરાયેલે પશ્ચિમ કાંઠે ગાઝા પટ્ટીને સીલ કરી, રશિયા પાસેથી T-90 ટેન્ક ખરીદવા માટે ભારતે કરાર કર્યો.

2002 – પાકિસ્તાનના પૂર્વ વડા મુશર્રફે ભારતીય સંસદ પરના હુમલાને આતંકવાદી હુમલો માનવા ઇનકાર કર્યો, અફઘાનિસ્તાનમાં પ્રવાસન પ્રધાન અબ્દુલ રહેમાનને હજ યાત્રીઓની ભીડે માર માર્યો.

2005 – ઈરાનની રાજધાની તેહરાનમાં નમાઝીયોથી ભરેલી મસ્જિદમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 59 લોકોના મોત થયા. ગુજરાતના જૂનાગઢમાં સ્વામિનારાયણ મંદિરના પૂજારી સહિત ચાર લોકોની સેક્સ સ્કેન્ડલમાં ધરપકડ કરવામાં આવી છે. અમેરિકામાં યુટ્યુબ લોંચ કરવામાં આવ્યું.

- text

2006 – પાકિસ્તાનની કેબિનેટે સાઉથ એશિયા ફ્રી ઝોન એગ્રીમેન્ટ (SAFTA) સ્વીકાર્યું.

2007 -બાંગ્લાદેશની વચગાળાની સરકારે ભ્રષ્ટ વ્યક્તિઓના ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. ઇટાલીના વડાપ્રધાન રોમાનો પ્રોદી ભારતની મુલાકાતે આવ્યા હતા.

2008 – હિંદ મહાસાગરના દરિયા કિનારાના દેશોના નૌકાદળના વડાઓની પ્રથમ પરિષદ નવી દિલ્હીમાં યોજાઈ હતી. ખગોળશાસ્ત્રીઓએ સૂર્યમંડળ જેવું જ બીજું એક સૂર્યમંડળ શોધી કાઢ્યું.

2010 – કેન્દ્રીય ગૃહમંત્રી પી. ચિદમ્બરમે ઓપરેશન ગ્રીનહન્ટ શરૂ કર્યાના છ દિવસની અંદર, સશસ્ત્ર માઓવાદીઓએ પશ્ચિમ બંગાળના પશ્ચિમ મિદનાપુર જિલ્લામાં સિલ્ડા કેમ્પ પર હુમલો કર્યો, જેમાં 24 ઈસ્ટર્ન ફ્રન્ટિયર રાઈફલ્સ (EFR)ના જવાનોને માર્યા ગયા.

2012 – મધ્ય અમેરિકન દેશ હોન્ડુરાસ સ્થિત કોમાયાગુઆ જેલમાં ભીષણ આગમાં 350 લોકો મૃત્યુ પામ્યા હતા.

2017- ઈસરોએ એકસાથે રેકોર્ડ 104 ઉપગ્રહો લોન્ચ કરીને ઈતિહાસ રચ્યો.

પ્રખ્યાત વ્યક્તિઓની જન્મજયંતિ

1872 – વિલિયમ મેલ્કમ હેલી – ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ રાજ્યપાલ.

1905 – ભગવાન સહાય – ભારતના જમ્મુ અને કાશ્મીર રાજ્યના બીજા રાજ્યપાલ.

1921 – રાધા કૃષ્ણ ચૌધરી – બિહારના પ્રખ્યાત ઇતિહાસકાર અને લેખક.

1922 – નરેશ મહેતા – જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનિત હિન્દી ભાષા સફળ કવિ.

1924 – કે.જી. સુબ્રહ્મણ્યમ – એક ભારતીય શિલ્પકાર અને ભીંતચિત્રકાર.

1926 – ડોંગરેજી મહારાજ – પ્રખ્યાત ભગવત કથાકાર (અ. ૮ નવેમ્બર ૧૯૯૦)

1939 – સી. રાધાકૃષ્ણન – ભારતીય ફિલ્મ નિર્દેશક અને મલયાલમ ભાષાના લેખક.

1946 – હરીશ ભીમાણી – લેખક, પ્રસ્તુતકર્તા, અવાજ કલાકાર અને સમાચાર વાચક.

1947 – રણધીર કપૂર – હિન્દી સિનેમાના પ્રખ્યાત અભિનેતા હતા.

1949 – રાધવલ્લભ ત્રિપાઠી – સંસ્કૃત ભાષાના પ્રતિષ્ઠિત લેખક.

1949 – નામદેવ ધસાલ – મરાઠી કવિ, લેખક અને માનવાધિકાર કાર્યકર્તા.

1952 – હરદીપ સિંહ પુરી – ભારતીય જનતા પાર્ટીના રાજકારણી.

1984 – મીરા જાસ્મીન – ભારતીય અભિનેત્રી

પ્રખ્યાત વ્યક્તિઓની પુણ્યતિથિ

1869 – મિર્ઝા ગાલિબ – ઉર્દૂ અને ફારસી ભાષાના પ્રખ્યાત શાયર.

1948 – સુભદ્રા કુમારી ચૌહાણ – પ્રખ્યાત કવયિત્રી.

1983 – ઉજ્જવલ સિંહ – પંજાબના મુખ્ય શીખ કાર્યકર.

1989 – સીતા દેવી (રાણી) – બરોડાની રાણી.

2015 – મૃણાલિની મુખર્જી – એક શિલ્પકાર.

2022 – સંધ્યા મુખર્જી – હિન્દી અને બંગાળી ભાષાની પ્લેબેક સિંગર.

૨૦૨૨ – બપ્પી લાહિરી – ભારતીય ગાયક, સંગીતકાર (જન્મ ૧૯૫૨)

(અહીં આપેલી વિગતોનું સંકલન ઇન્ટરનેટ પરથી પ્રાપ્ત વિગતો અનુસાર કરેલું છે.)

- text